________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧
જૈનધર્મનો સળંગ સમાંતર ઇતિહાસ ન આપવામાં આવે એ ખૂબ-ખૂબ ખૂંચે એવી બીના
ગણાય.
જૈન સંસ્કૃતિનાં જે-જે અંગો – સાહિત્ય, સ્થાપત્યો, શિલાલેખો, પ્રતિમાલેખો વગે૨ે – ભારતીય ઇતિહાસનું ચિત્રણ કરવામાં ઉપયોગી થઈ પડતાં હોય તે અંગો તે નિમિત્તે જૈન સંસ્કૃતિની તેટલા અંશ પૂરતી ઝલક તો અચૂક રીતે રજૂ કરે જ છે; જરૂર છે ફક્ત એવી વ્યાપક, બિનસાંપ્રદાયિક અને ગુણગ્રાહી ર્દષ્ટિથી એ બધી સામગ્રીનું ખાસ અલાયદું અવલોકન, અધ્યયન, અધ્યાપન કરવાની. આવું અધ્યયન-અધ્યાપન ક૨વામાં જૈનધર્મના એકંદર ઇતિહાસનું ચિત્ર પણ આપોઆપ ઊપસી આવવાનું.
અમે ઇચ્છીએ છીએ કે આપણા વિદ્વાનો આ રીતે જૈનધર્મનો અને જૈનોનાં સાંસ્કૃતિક અંગોનો ઇતિહાસ રજૂ કરવાના કાર્યને પોતાના કાર્યપ્રદેશના એક અગત્યના અંગરૂપ ગણીને એ તરફ આદર દર્શાવે. આમ થશે તો જૈન ઇતિહાસની સેવાની સાથોસાથ ભારતીય ઇતિહાસની પણ ભારે સેવા થઈ ગણાશે.
૫
આ લખવાનું આજે એ રીતે અવસપ્રાપ્ત છે કે અત્યારે પ્રાથમિક શાળાઓથી લઈને વિશ્વવિદ્યાલયોના અભ્યાસક્રમ માટે નવાં-નવાં નાનાં-મોટાં અનેક પાઠ્ય-પુસ્તકો જુદી-જુદી ભાષાઓમાં અને જુદા-જુદા વિષયોને લગતાં તૈયા૨ ક૨વાની શરૂઆત થઈ ચૂકી છે. આમાં ઇતિહાસ, ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને લગતાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. આવાં નવાં પુસ્તકમાં જૈન ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન કે કલાને તથા તેના ઇતિહાસને યથાયોગ્ય સ્થાન મળવું જ જોઈએ એવી અમારી માગણી છે. અમારી આ માગણીને માન્ય કરવામાં આવે તો જ આપણી ઊગતી પ્રજાને – આપણી નવી પેઢીને – આપણે ભારતીય સંસ્કૃતિનો સમગ્રપણે સાચો ખ્યાલ આપી શકીએ. આ માટે આપણા વિદ્વાનો અને ખાસ કરીને નાની-મોટી શિક્ષણસંસ્થાઓના સંચાલકઅધિકારીઓ જરૂર ધ્યાન આપે.
આ તો થઈ શાળા-સંચાલકો અને વિદ્વાનો પાસેથી રાખવાની અપેક્ષાની વાત; પણ આમાં જૈનોની પોતાની જવાબદારી પણ કાંઈ નાનીસૂની નથી. જનતાનું અને વિદ્વાનોનું ધ્યાન દોરાય એવા સાચા અને સુંદર રૂપમાં પોતાનો ઇતિહાસ તૈયા૨ ક૨વો અને વેરવિખેર પડેલી મહત્ત્વની સામગ્રીને સંકલિત કરીને પ્રગટ કરવી એ જૈનોની પ્રથમ ફ૨જ છે. જૈનધર્મનું મહત્ત્વ બરાબર નહીં પિછાણવામાં જૈનેતરોનો જેટલો દોષ ગણાય, તેથી જરા ય ઓછો દોષ જૈનોનો પોતાનો નથી એ આપણે સમજવાની ખાસ જરૂર છે. એ દોષ તે આપણી પાસેનું ઝવેરાત દુનિયાના બજારોમાં યોગ્યરૂપે રજૂ કરવાની આપણે દાખવેલી બેદરકારી કે અશક્તિ ! હજુ પણ જો આપણે એ દોષ ખંખેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org