________________
જિનમાર્ગનું જતન
મ0 ઉ – હા. પ્ર. - ભાઈ જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, અન્યાય, અનીતિ,
વિરુદ્ધ આહારવિહાર, વિષયલાલસા, આળસ-પ્રમાદ આદિનો
નિષેધ કરે છે? મ. ઉ– હા. પ્ર– દેશની અધોગતિ શાથી થાય? અહિંસા, સત્ય, સંપ, ન્યાય, નીતિ.
આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદા આહારપાન, નિર્બસન, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહારવિહાર, વ્યસન, મોજશોખ, આળસ-પ્રમાદ
આદિથી? મક ઉ. – બીજાથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ
આદિથી. પ્ર. – ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય,
સંપ, નિર્બસન, ઉદ્યમ આદિથી થાય? મક ઉ. – હા. પ્ર - ત્યારે, “જૈન” દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ
થાય એવો ? મ– ભાઈ, હું કબૂલ કરું છુ કે “જૈન” જેથી દેશની ઉન્નતિ થાય એવાં
સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદ્રીની શાળામાં શીખતાં
સંસ્કાર થયેલા, તેથી વગરવિચારે અમે કહી દીધું લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ.”
શ્રીમદ્ રાજચંદ્ર અને શ્રી મહીપતરામભાઈનો આ વાર્તાલાપ ઉપરની નોંધ લખાયાનાં ૧૦ વર્ષ પૂર્વે અર્થાત્ સં. ૧૯૪૫ની સાલ આસપાસમાં થયો છે, અને ‘વનરાજ ચાવડો' પુસ્તક તે પહેલાં દશેક વર્ષ અગાઉ છપાઈ ચૂકયું હતું. એટલે આમાં લખી માર્યાનો જે નિર્દેશ છે તેમાં પેટમાં દેડકાવાળો વાણિયો' જેવા પ્રકરણનું પણ સૂચન છે જ એ કહેવાની જરૂર નથી. અહીં ખાસ નોંધવા જેવી બીના તો શ્રી મહીપતરામભાઈની સરળતા અને સત્ય વાતનો સ્વીકાર કરવાની ખેલદિલી છે. સાહિત્યપાઠાવલી'ના સંપાદકો અને પ્રકાશકોએ શ્રી મહીપતરામભાઈનો આ આદર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org