________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો: ૪
૧૩ ધ્યાનમાં લેવાની અને જે વાત શ્રી મહીપતરામભાઈને પોતાને જ અઠીક લાગી તેને સારી ઠરાવવાનો પ્રયત્ન કેવી રીતે ઉચિત ગણાશે તેનો વિચાર કરવાની જરૂર છે.
(૨) હવે બીજી વાત.
વનરાજ ચાવડો' પુસ્તકની એક સંક્ષિપ્ત આવૃત્તિ સૂરતના મેસર્સ મંગળદાસ એન્ડ સન્સ તરફથી કેટલાંક વર્ષ અગાઉ પ્રગટ થઈ છે. (આમાં પ્રકાશનસંવત્ આપેલ નથી, તેથી કયારે પ્રગટ થઈ તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી.) પુસ્તકનો આ સંક્ષેપ ગુજરાતમાં સુધારક સન્નારી અને શ્રી મહીપતરામભાઈનાં પુત્રવધૂ શ્રીમતી વિદ્યાગૌરીએ કર્યો છે, અને એ પુસ્તકમાં સુધારો કરનાર' તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે. પોતાના નિવેદનમાં શ્રી. વિદ્યાબહેને એક સ્થળે કહ્યું છે:
“એ સંક્ષેપ તૈયાર કરતાં માલમ પડ્યું છે કે પુસ્તકનો કેટલોક ભાગ તે જમાનાના સંજોગાનુસાર લખાએલો છે. મૂળ લેખકનાં અભિપ્રાયો અને મંતવ્યોનો આવિષ્કાર કરવા પ્રસંગોનો લાભ લીધેલો છે તે સર્વ આમાંથી છોડી દીધા છે.”
અને સૌથી વિશેષ નોંધપાત્ર હકીકત તો એ છે કે “પેટમાં દેડકાવાળો વાણિયો'વાળું નિંદાખોર પ્રકરણ આમાંથી સદંતર દૂર કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાના સાહિત્યને તંદુરસ્ત રાખવાની કેટલી જરૂર છે તેનો આ એક નમૂનો છે.
(૩) વળી એક વધુ વાત.
સાહિત્યપાઠાવલીના પ્રકાશકે “શ્રી જૈન-સત્યપ્રકાશ'ના તંત્રી ઉપર લખેલ પત્રની તા.ક.માં જણાવ્યું છે કે ““વનરાજ ચાવડો'ની સંક્ષિપ્ત આવૃત્તિ બાળકો માટેની, મારા ખ્યાલમાં છે ત્યાં સુધી, સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયે છાપી છે.”
આ બીનામાં થોડો હકીકતફેર છે; તે એ કે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયે આ પુસ્તકની સંક્ષિપ્ત આવૃત્તિ નથી કરી, પણ તેમાંનાં શ્રી વિદ્યાબહેનના નિવેદનમાં જણાવ્યા મુજબ “જેવું હતું તેવું જ આખું પુસ્તક પ્રગટ થયું છે.”
સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયે પ્રગટ કરેલ “વનરાજ ચાવડો'ની આ નવમી, અત્યારે છેલ્લામાં છેલ્લી-આવૃત્તિ છે અને તે સને ૧૯૪૯ની સાલમાં શ્રી વિદ્યાબેનની અનુમતિથી છપાઈ છે, એટલે એને પ્રમાણભૂત માનવી જ જોઈએ.
અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ પુસ્તકમાંથી પેટમાં દેડકાવાળો વાણિયો'નું પ્રકરણ રદ કરીને તેના સ્થાને માત્ર પાંચ જ લીટીમાં, વનરાજે વ્યાખ્યાન સાંભળતાં ઊંઘતા એક બૂઢા વાણિયાના ઉઘાડા મોંમાં દેડકાનું બચ્ચું નાખ્યાનું લખીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org