SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જિનમાર્ગનું જતન વનરાજના તોફાની સ્વભાવનું સૂચન જ કર્યું છે, એમાં અહિંસા કે દયાના ઉપહાસની ગંધ સરખી દેખાતી નથી. (પૃ. ૧૩૭) - કોઈ પણ સંગ્રહરૂપ ગ્રંથનું સંપાદન કરવું એનો ખરો અર્થ એ જ હોઈ શકે કે જે લખાણની પસંદગી કરવામાં આવે તે લખાણને મૂળ ગ્રંથની છેલ્લામાં છેલ્લી આવૃત્તિને સામે રાખ્યા પછી જ લેવામાં આવે. “સાહિત્યપાઠાવલી"માંના આ પાઠ અંગે એવું નથી થયું એ તો સ્પષ્ટ જ છે. બાકી ગમે ત્યાંથી ગમે તે રીતે સંગ્રહ જ કરી દેવા માત્રથી એનું સંપાદન કર્યું ગણાતું હોય, તો તો સાહિત્યની દુનિયામાં સંપાદનકાર્યનું ઝાઝું મૂલ્ય જ નહીં રહેવા પામે ! અસ્તુ. આટલું વિસ્તારથી આ અંગે ઉપર અમે જે કંઈ લખ્યું છે તેના મુદ્દાઓ નીચે મુજબ તારવી શકાય ? (૧) “વનરાજ ચાવડો’ પુસ્તકમાંનું આ પ્રકરણ અયોગ્ય છે તે વાતનો શ્રી મહીપતરામભાઈએ પોતે જ સ્વીકાર કર્યો હતો. તો પછી એવા હલકા લખાણને પુનર્જીવન આપવાનો શો અર્થ ? (૨) સૂરતના મંગળદાસ એન્ડ સન્સ તરફથી, શ્રી વિદ્યાબેનના હાથે સંક્ષિપ્ત થઈને પ્રગટ થયેલ આ પુસ્તકમાંથી આ આખું પ્રકરણ રદ કરવામાં આવ્યું છે. આમ છતાં એને પાઠ્યપુસ્તકમાં મૂકવાનો આગ્રહ રાખવો એ કયાં સુધી વાજબી છે ? (૩) સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય તરફથી શ્રી વિદ્યાબેનની અનુમતિથી પ્રગટ થયેલ આ પુસ્તકમાંથી એ પ્રકરણ દૂર કરીને એના સ્થાને માત્ર બાળકના તોફાનનું સૂચન કરે એ રીતે સાવ જુદો ધ્વનિ પ્રદર્શિત કરવાની દૃષ્ટિથી આ વાત લખવામાં આવી છે. તેમાં શું રહસ્ય હશે તે વિચારવા જેવું નથી લાગતું? (૪) “પ્રજાબંધુ' સાપ્તાહિકે પણ આ વસ્તુ તરફ પોતાનો સ્પષ્ટ અણગમો જાહેર કર્યો છે એ ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. (૫) અને આ પુસ્તકના બે સંપાદકોમાંના એક શ્રી ઝીણાભાઈ તો શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર જેવી જૈન સંસ્થાના આચાર્ય છે એ દૃષ્ટિએ આવા લખાણથી જૈનોની, જૈનધર્મની કેવી અર્થહીન અને ક્રૂર હાંસી થાય એ જોવાની ખાસ જરૂર હતી. વધુમાં શું લખીએ ? આ બધું જાણ્યા અને વિચાર્યા પછી “સાહિત્યપાઠાવલી'ના સંપાદકો અને પ્રકાશકને “આમાં શું કરવું એ માટે જરા પણ સંદેહ હોય તો તે સત્વર દૂર થવો જોઈએ; અને તેઓ પોતે જે કંઈ કરવા માગતા હોય તેની તેમણે ખુલાસાવાર જાહેરાત કરીને આ ચર્ચાનો સુખદ અંત આણવો જોઈએ. (તા. ૨૬-૪-૧૯૫૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy