SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૫ (૫) મહામંત્રી ઉદયનનો ઇતિહાસઃ મુનશીજીએ ફરી વિચારવા જેવું ગુજરાતના સુવર્ણયુગસમા સોલંકીયુગમાં ગુર્જરરાષ્ટ્રનું મંત્રીપદ શોભાવનાર નરવીરોમાં જૈનધર્મી વીરોએ ભારે મહત્ત્વનો ફાળો નોંધાવ્યો છે. આ જૈન મંત્રીઓએ પોતાની રાજભક્તિ અને દેશભક્તિના બળે ગુજરાતને એક બળવાન રાષ્ટ્ર બનાવવામાં અને ગુજરાતની સંસ્કારિતાના ઘડતરમાં ચિરસ્મરણીય હિસ્સો આપ્યો છે એ વાતની ઇતિહાસ સાખ પૂરે છે. આ મંત્રીઓમાંના એક તે મહામંત્રી ઉદયન. ગુજરાતના ઇતિહાસમાં મહામંત્રી ઉદયનનું નામ એ રીતે વિશેષ ઉલ્લેખનીય બને છે કે તેમણે મહારાજા જયસિંહ સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ એ બંનેના સમયમાં મંત્રીપદ ભોગવ્યું હતું અને દીપાવ્યું હતું. મહામંત્રી ઉદયનની દીર્ઘદૃષ્ટિ, મુત્સદ્દીગીરી, શૂરવીરતા અને વખત આવ્યે પોતાનું સર્વસ્વ રાષ્ટ્રદેવતાને ચરણે સમર્પણ કરવાની તત્પરતાએ ગુર્જરરાષ્ટ્રને અનેક વેળાએ મુસીબતોમાંથી ઉગારી લીધું હતું. તેમની ધર્મપ્રિયતા તો ખૂબ જાણીતી છે. એમનું મૃત્યુ પણ કેવું મહાન! રણશૂરાને રાષ્ટ્રની ભક્તિ નિમિત્તે રણમાં ઝૂઝતાં-ઝૂઝતાં મૃત્યુ મળે એનાથી રૂડું બીજું શું? આવું ભવ્ય હતું મહામંત્રી ઉદયનનું જીવન અને મૃત્યુ! પણ કોઈ અભાગી પળે એ મહામંત્રી ચડી ગયા ગુજરાતના જાણીતા નવલકથાકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે ! અને એક બાળક મનોહર ચિત્ર ઉપર પોતાને મનગમતા રંગના લિસોટા કરીને એ ચિત્રને જેવું વિકૃત અને બેડોળ બનાવી દે એ રીતે શ્રી મુનશીજીને હાથે મહામંત્રી ઉદયનનું ભવ્ય જીવન બેડોળ રીતે આલેખાઈ ગયું. શ્રી મુનશીજીને જોઈતું હતું પોતાની નવલકથાઓ “ગુજરાતનો નાથ' અને “રાજાધિરાજ' માટે કટાક્ષ, હાસ્ય, તિરસ્કાર વગેરે હલકી લાગણીઓને વ્યક્ત કરવા માટે એક પાત્ર. એ પાત્ર તરીકેનું સ્થાન એમણે બીજા કોઈને નહીં અને જૈન મહામંત્રી ઉદયનને આપી દીધું ! કોઈ અજેને પાત્ર પસંદ કરવાની એમની તૈયારી નહોતી અને કોઈ કલ્પિત પાત્ર ઊભું કરવાનું એમને સૂક્યું નહીં; ઈતિહાસની અવહેલના થતી હોય તો ભલે થાય ! એમણે તો જૈનો પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરવા માટે પોતાનું ધાર્યું જ કર્યું. અરે, આટલું જ શા માટે ? પોતાના કટાક્ષ કે તિરસ્કારને વ્યક્ત કરવા માટે શ્રી મુનશીજીએ શ્રી ઉદયન મંત્રી સિવાય બીજા કોઈને પસંદ ન કર્યા. ઉપરાંત, મંજરી જેવું કલ્પિત પાત્ર ઊભું કર્યું તે પણ જેનોને – જૈનધર્મી સાધુઓ અને મંત્રીઓને - હલકા પાડવા માટે. આમ કલ્પિત કે સાચા એમ બંને પાત્રો મારફત શ્રી મુનશીજીએ જૈનૌની ભારે હલકાઈ કરી છે એ દુઃખદ અને કટુ સત્ય બીના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy