SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૮ કલ્યાણજીની પેઢીના મુખ્ય સ્થપતિ અને સુપ્રસિદ્ધ શિલ્પી શ્રી અમૃતલાલ ત્રિવેદી તથા શ્રી ચંદુલાલ ત્રિવેદીને સોંપવામાં આવી. ચારેક વર્ષ નકશા મંજૂર કરાવવામાં તથા સરકારી તંત્રની અનુમતિ મેળવવાના કાર્યમાં વીતી ગયા. તા. ૨૭-૭-૧૯૭૯ના શુભ દિને ખાતમુહૂર્તનો વિધિ સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી આદિની નિશ્રામાં ખૂબ ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યો. આ સ્મારક એક ગુરુમંદિરરૂપે મર્યાદિત ન રહેતાં, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના ઉદાર અને લોકોપકારક જીવનને અનુરૂપ, જૈનદર્શન, ધર્મ અને સંસ્કૃતિના અધ્યયનનું, દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધનાનું અને જનસેવાનું કેન્દ્ર બને એવી વિશાળ દષ્ટિ એની પાછળ રાખવામાં આવી છે. આ સ્મારકના શિલારોપણ પ્રસંગે, આ મારક-શિક્ષણ-નિધિના ઉત્સાહી, કાર્યકુશળ અને કર્તવ્યનિષ્ઠ મંત્રી શ્રીયુત રાજકુમારજી જૈન તરફથી આ સમસ્ત યોજનાનો ખ્યાલ આપતું એક માહિતીપૂર્ણ નિવેદન પ્રગટ કરવામાં આવ્યું છે તે ઉપરથી જાણી શકાય છે કે – આ સ્મારકભવનમાં કરવા ધારેલી પ્રવૃત્તિઓ આ છે: (૧) ભારતીય તથા જૈનદર્શનનું અધ્યયન-સંશોધન, (૨) સંસ્કૃત તથા પ્રાકૃત વિદ્યાપીઠ, (૩) પ્રાચીન ગ્રંથોનો ભંડાર તથા પુસ્તકાલય, (૪) પ્રાચીન ભારતીય દર્શનોનું તુલનાત્મક વિવેચન, (૫) જૈન તથા સમકાલીન સ્થાપત્યકળાનું સંગ્રહસ્થાન, (૬) યોગ અને ધ્યાનનું સંશોધન, (૭) નિસર્ગોપચારનું સંશોધન, (૮) પુસ્તકો તથા પત્રિકાઓનું પ્રકાશન, (૯) પ્રાચીન સાહિત્યનું ફરી પ્રકાશન, (૧૦) બહેનોની કળા-કારીગરીનું કેન્દ્ર અને (૧૧) ચાલતું-ફરતું દવાખાનું. આ બધી બાબતોને, અત્યારે તો, કરવા ધારેલાં કામોની સામાન્ય રૂપરેખા રૂપ જ સમજવી. ઇમારત તૈયાર થઈ ગયા પછી આ યાદીમાં કેટલોક જરૂરી અને વ્યવહારુ ફેરફાર કરવામાં આવશે એમ જરૂર કહી શકાય. આવા આલીશાન અને કળામય ભવનનું નિર્માણ કરવામાં, એમાં અનેક પ્રવૃત્તિઓ માટેની ગોઠવણ કરવામાં તથા એ પ્રવૃત્તિઓને ચાલુ રાખવામાં લાખો રૂપિયાની (સામાન્ય અંદાજ મુજબ એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમની જરૂર પડે એ સ્વાભાવિક છે. આટલી મોટી રકમ, કંઈક ઓછી મહેનતે અને દાતાઓને એકી સાથે વધારે ભાર વેઠવો ન પડે એ રીતે કેમ ભેગી થઈ શકે એ સંબંધમાં, ભૂમિખનનના વિધિ પ્રસંગે, સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીએ જે માર્ગ સૂચવ્યો હતો, તે એમની વ્યવહારદક્ષતા, શાણી સમજણ અને દૂરગામી દૃષ્ટિનું સૂચન કરે એવો છે. મંત્રીશ્રીના નિવેદનમાં આ બાબતોનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે – ભૂમિપૂજનના શુભ અવસર ઉપર સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજે પોતાના અમૃતપ્રવચનમાં ગુરુભક્તોને પોતાનાં તન-મન-ધન અર્પણ કરવાની પ્રેરણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy