SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૪ શ્રી વિનાબાજીએ, શ્રી જયપ્રકાશજીએ અને અનેક શાંતિ-સૈનિકોએ વર્ષો સુધી જે તપસ્યા કરી છે તે માટે તેઓનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. ભાન ભૂલેલા માનવીઓને સાચી માનવતાને માર્ગે લાવવા એ ખરેખર ધર્મનું કામ છે. માનવીમાં રહેલી હૃદય-પલટાની શક્તિની અને આવા ધર્મકાર્યની કેડીઓ મહાત્મા ગાંધી સુધી પહોંચે છે. એમણે આદરેલા અહિંસક સ્વાતંત્ર્યયુદ્ધમાં કેટલા બધા માનવીઓ હોંશે-હોંશે જોડાયા હતા ! ભારતની આઝાદી પણ અહિંસાની શક્તિનો એ અનોખો વિજય જ હતો; એમાં દલિત-પતિત-નિરાશ માનવજાતને માટે આશાનો આધા૨ સમાયો છે. અહિંસાનો આ વિજ્ય એ ખરી રીતે સંપ્રદાયવાદને કારણે બંધિયાર બની ગયેલી અહિંસાનો નહિ, પણ વહેતી રહેતી અહિંસાનો જ વિજ્ય છે. સાથે-સાથે બહારવટિયાને જન્મ આપનાર અન્યાય-અત્યાચાર-અધર્મભરેલી સમાજવ્યવસ્થાને ન્યાયનીતિયુક્ત બનાવવી જરૂરી છે એ પણ આ ઘટનાનો બોધપાઠ છે. ૧૭૫ Jain Education International (૨૪) પ્રત્યક્ષ સેવાઃ એક ધ્યાનપાત્ર પ્રશ્ન આમ જોઈએ, તો ભારતમાં જન્મેલ બધી ધર્મપરંપરાઓની સામે એ પ્રશ્ન મૂકી શકાય એમ છે, કે એમાં, ઓછા કે વધુ પ્રમાણમાં અહિંસા અને કરુણાની વૃત્તિ તથા પ્રવૃત્તિનો આદર કરવામાં આવેલ હોવા છતાં, દીન-દુઃખી-રોગી માનવસમાજની પ્રત્યક્ષ સેવા કરવાના કાર્યમાં એ પાછળ કેમ છે, અને મહાત્મા ઇશુ ખ્રિસ્તે સ્થાપેલ ખ્રિસ્તી ધર્મમાં એને ‘માનવસેવા એ તો પ્રભુસેવા છે' એ રૂપે મહત્ત્વનું સ્થાન વિચાર અને વ્યવહાર એ બંનેમાં મળ્યું છે, એનું કારણ શું ? અહીં તો આ પ્રશ્નની વિચારણા આપણે જૈન પરંપરા પૂરતી જ મર્યાદિત રાખીશું. અહિંસાના પાલન ઉપ૨ જૈનધર્મે બીજા બધા ધર્મો કરતાં વધારે ભાર આપ્યો છે, અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુની હિંસાથી પણ બચી શકાય એ માટે જૈનધર્મશાસ્ત્રોએ ખૂબ છણાવટ કરીને માર્ગદર્શન કરાવ્યું છે એ સુવિદિત છે. વળી, આ અહિંસાના જ વિધાયક સ્વરૂપ તરીકે કરુણા (અનુકંપાપ્રેરિત ક્રિયા)ની ભાવનાને પણ જૈનધર્મે પૂરેપૂરું પ્રોત્સાહન આપવાનું ઉપદેશ્યું છે. જૈનધર્મના અનુયાયીઓ જીવદયા અને પ્રાણીરક્ષાની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને ચાલુ રાખવા માટે તન-મન-ધનથી કામ કરે છે અને સહાય For Private & Personal Use Only (તા. ૨૯-૪-૧૯૭૨) www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy