SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન ડિયામાં ખાંપણ લઈને બહારવટે નીકળેલ આવા માનવીને માટે મારવું અને મરવું એ રમતવાત હોય છે. એટલે, ‘એક મરણિયો સોને ભારે' એ કહેવત મુજબ આવા માનવીઓને તાબામાં લેવાનું, એમને ગિરફતાર કરવાનું અને ગમે તે માર્ગે એમને મરણને શ૨ણ ક૨વાનું કામ પણ મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું અતિ મુશ્કેલ કે અશક્ય જેવું ગણાય છે; એટલે પછી એમનાં અંત૨ને જગાડીને એમને આપમેળે સરકારને તાબે થવા તૈયાર કરવાની તો વાત જ ક્યાં રહી ? આમ થાય એ તો એક આશ્ચર્ય જ લેખાય. પણ આપણી નજર સામે જ રચાઈ ગયેલ ઇતિહાસ કહે છે, કે હજી ગઈ કાલે જ આવી ન કલ્પી શકાય એવી આશ્ચર્યકારી ઘટના બની, અને ચંબલની ખીણોમાં વસનારા ૧૯૦ જેટલા માથાભારે અને લોહીતરસ્યા બહારવટિયા આપમેળે હથિયારો હેઠાં મૂકીને મધ્યપ્રદેશની સરકારને શરણે થઈ ગયા ! ચારેક કલ્પનાને સત્ય ટપી જાય છે એવી આ ઘટના છે; એમાં માનવીના અંતરમાં રહેલી અહિંસા, સત્ય, પ્રેમ અને કરુણાની શક્તિની પ્રશસ્તિ સાંભળવા મળે છે. આ અતિ વિરલ અને અદ્ભુત ઘટનાનું થોડુંક પૃથક્કરણ કરીએઃ થોડા દિવસ પહેલાં બહારવિટયાઓની શરણાગતિનો જે બનાવ બન્યો, એનાં પગરણ બારેક વર્ષ પહેલાં મંડાયાં હતાં એમ જાણવા મળે છે. ત્યારે આપણા રાષ્ટ્રીય સંત અને વિશ્વ-પુરુષ શ્રી વિનોબા ભાવે પોતાની ભૂદાન માટેની પદયાત્રા કરતાં-કરતાં મધ્ય-પ્રદેશમાંથી પસાર થવાના હતા. ભૂદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ઉપરાંત મધ્યપ્રદેશમાં સતત રંજાડ કરતા બહારવિટયાઓનું અનિષ્ટ દૂર કરવા માટે પણ શકય પ્રયત્નો કરવાની તેઓની તત્પરતા હતી. મધ્ય-પ્રદેશની સરકારના માણસો અને શાંતિના ખડા સૈનિકો સમા પ્રજા-સેવકોના સહકા૨થી તેઓએ આ કાર્ય હાથ ધર્યું; એમાં એમના અંતરમાં વહેતી સત્ય-પ્રેમ-કરુણાના ત્રિવેણી-સંગમની પવિત્રતાનું બળ ઉમેરાયું. એથી અનેક બહારવટિયાઓ નિર્ભય બનીને એમને મળ્યા. એ વખતે તો થોડાક જ બહારવિટયાઓ પોતાના વ્યવસાયનો ત્યાગ કરવાનો સંકલ્પ કરીને તાબે થયેલા; પણ અહિંસા અને કરુણાના દિવ્ય રસાયણ દ્વારા તેમનો હૃદય-પલટો ક૨વાની પ્રક્રિયા ચાલુ જ રહી. અને એ કામ, શ્રી વિનાબાજીની સલાહ-સૂચના મુજબ, અનેક શાંતિસૈનિકોએ, તેમ જ મુખ્યત્વે શ્રી વિનોબાજીની સત્ય-પ્રેમ-કરુણાની ભાવનાને ઝીલવાની વિરલ શક્તિ ધરાવતા એવા શાંતિના ફિરસ્તા શ્રી જયપ્રકાશ નારાયણજીએ ચાલુ રાખ્યું; અને અંતે આશરે બસો જેટલા બહારવિટયાઓની શરણાગતિ રૂપે એ સફળ થયું. સંભાવના તો એવી છે, કે હજી બીજા બહારવટિયા પણ આત્મ-સમર્પણનો આ માર્ગ આપનાવે. ૧૭૪ આ શરણાગતિ શસ્ત્રો સામે મમતાભરી શાંત સમજૂતી અને અંતરમાં ઊભરાતી અહિંસા-કરુણાની સર્વકલ્યાણકારી લાગણીનો જ વિજય છે, અને એ વિજ્ય માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy