SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન મૃત્યુ અને પાતાળ એ ત્રણ લોકમાં માનવી જ સર્વથી શ્રેષ્ઠ છે. એટલા માટે તો આપણે ત્યાં (ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં તેમ મહાભારત જેવા ગ્રંથોમાં પણ એ જ વાત બુલંદ સ્વરે કહી સંભળાવી છે કે ન માનુષાનું શ્રેષ્ઠતાં દિ વિવિદ્ અર્થાત્ માનવજીવનથી ચડિયાતું બીજું કંઈ છે જ નહીં. માનવજીવનની આવી શ્રેષ્ઠતાના વિચારની સાથેસાથે જ એ વિચાર પણ લોકસમૂહમાં પ્રબળ બનતો ગયો કે માનવીનું ભલું કે ભૂંડું ન તો કુદરતનાં તત્ત્વો કરી શકે છે કે ન આકાશી દેવો. એ કરનાર બીજો કોઈ નથી; માનવી પોતે જ છે. અને પોતાની શોધ કરતાં-કરતાં માનવી આત્મતત્ત્વની છેક નજીક જઈ પહોંચ્યો; અને પોતાનો આત્મા જ પોતાનાં સુખ-દુઃખનો કર્તા-ભોક્તા અને ધર્તા-હર્તા છે એ વિચાર એના ચિત્તમાં સ્થિર થઈ ગયો. આ વિચારે વળી એનામાં એક બીજા ક્રાંતિકારી વિચારને જન્મ આપ્યો. ઈશ્વરની માન્યતા અને ઈશ્વરની ઉપાસના વગર માનવીના ચિત્તને નિરાંત વળતી ન હતી. અત્યારે પણ વળતી નથી. એના ચિત્તનું ઘડતર જ કંઈક એવું છે, કે એ ઊર્ધીકરણ માટે ઝંખતું રહે છે, અને એના ઉપાય તરીકે ઉન્નત આત્માની – ઈશ્વરની – પૂજાભક્તિ માટે પ્રયત્ન કરતું રહે છે. પણ આ નૂતન વિચારસરણીએ માનવીને સમજાવ્યું કે તમારા ઊર્ધીકરણ માટે તમારે વાદળમાં વસતા કોઈ ઈશ્વર પાસે (કે વૈકુંઠમાં જવાનું નથી, પણ તમારા આત્મામાં જ ઈશ્વરને પ્રગટ કરવાનો છે. સર્વ મળોથી મુક્ત થયેલો એ આત્મા પોતે જ ઈશ્વર છે, પરમાત્મા છે. તમારો પરમાત્મા તમારામાં જ વસે છે – નો અપ્પા સો પરમMા અર્થાત્ નિર્મળ થયેલો આત્મા જ પરમાત્મા છે; એને બહાર શોધવાની જરૂર નથી. આ વિચારથી માનવી પોતાના ભલા માટે પારકા તરફ જોતો અટકી ગયો, અને પોતાના અભ્યદયને માટે પોતાની જાત ઉપર જ ભરોસો રાખીને પુરુષાર્થ કરવા તરફ વળ્યો. આવા આત્મલક્ષી અને આત્મશક્તિનું દર્શન કરાવતા તેમ જ જીવનપદ્ધતિ અને સાધનાપદ્ધતિમાં નખશિખ પરિવર્તન આણતા ક્રાંતિકારી વિચારની ભેટ એ જૈન સંસ્કૃતિની વિશ્વને મોટામાં મોટી ભેટ છે. એ વિચારે માનવી માનવી વચ્ચેના ભેદભાવોનું વિસર્જન કરીને માનવમાત્રને સમાન માનવાનું તો બુલંદ સ્વરે ઉદ્દબોધન કર્યું જ; પણ એટલાથી સંતોષ ન માનતાં એણે કીટપતંગથી લઈને દેવ-માનવ સુધીના સર્વ જીવો સાથે મૈત્રીની પવિત્ર ગાંઠ બાંધવાનો આદેશ આપ્યો. આમ જૈન સંસ્કૃતિએ પોતાના કેન્દ્રસ્થાને અહિંસાદેવીને બિરાજમાન કરી; અને અહિંસા તો મારા-તારાપણાના કે ઊંચનીચપણાના વેરાવંચાને જરા ય માનતી નથી; એ તો જીવમાત્રની સમાનતામાં જ આસ્થા રાખીને ચાલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy