SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર-જીવન (૧) ભગવાન મહાવીરનું પાયાનું કાર્ય જીવનશોધન જેવો કોઈ પુરુષાર્થ નથી. દુનિયાને જીતવી સહેલી છે, આત્મા ઉપર વિજય મેળવવો મુશ્કેલ છે. ઉત્તરાધ્યયન-સૂત્રમાં સાચું જ કહ્યું છે કે સચ્ચમપે નિ નિયે – આત્માને જીત્યો એટલે બધું જ જિતાઈ ગયું; અથવા જી નિગેન્ગ ગપ્પા, પણ તે પરમો નમો – માનવી એકમાત્ર પોતાની જાત ઉપર વિજય મેળવે, એ જ એનો સર્વોત્તમ વિજય છે. આત્મતત્ત્વની શોધનો તેમ જ આત્મવિજયની, આત્મસાધનાની પ્રક્રિયાનો ઇતિહાસ બહુ રસપ્રદ અને જાણવા જેવો છે. દૂરદૂરના – ઇતિહાસકાળના આરંભ પહેલાંના – કોઈ કાળમાં માનવી કુદરતનાં તત્ત્વોને પોતાથી ચઢિયાતાં માની એની ઇતરાજીથી મુક્તિ મેળવવા અને એની કૃપા સંપાદન કરવા એનું પૂજન-અર્ચન કરતો. એમ કરતાં-કરતાં, જુદા-જુદા માનવસમૂહોના સંપર્કને લીધે, માનવીની નજર આકાશમાં સ્વર્ગમાં) વસતા દેવો તરફ ગઈ; અને વિશ્વના કર્તા-ધર્તા-હર્તા તરીકે એ દેવોને માનીને માનવી એનાથી ભય પામવા લાગ્યો. એ ભયથી મુક્તિ મેળવવા અને એ દેવોની પ્રીતિ સંપાદન કરવા માનવી યજ્ઞ-યાગ (હોમ-હવન)ના માર્ગે વળ્યો, અને એમાંથી હિંસક યજ્ઞોનો જન્મ થયો. ત્યાં સુધી કીડી અને કુંજરના દેહમાં કે માખી અને માનવીના દેહમાં એક જ પ્રકારનો આત્મા વસે છે અને સૌને સુખ-દુઃખનો સમાન અનુભવ થાય છે – એ વાતનું પૂરું ભાન માનવીને નહોતું થયું. ત્યાં સુધી માનવસમૂહોનો ગમે તેટલો વિકાસ થયો હોય, પણ એનામાં આત્મૌપમ્ય (બીજા જીવોને પોતાની જાત જેવા માનવા)ની અહિંસક દષ્ટિનો ઉદ્દભવ થવો હજી બાકી હતો; કારણ કે એ આકાશી દેવોને તે સર્વશક્તિમાન અને સર્વસત્તાધીશ માની બેઠો હતો, અને ગમે તેમ કરીને એમને રીઝવવામાં જ પોતાની કતાર્થતા માનતો હતો. પણ પછીનો યુગ ભારે ક્રાંતિકારી યુગ આવ્યો. એણે તો સિંહનાદ કરીને માનવજૂથોને સમજાવ્યું કે કુદરતનાં તત્ત્વો ય ભલે રહ્યાં અને આકાશી દેવો પણ ભલે રહ્યા, માનવી ઉપર એ કોઈનું વર્ચસ્વ નથી, એ કોઈ માનવીથી ચડિયાતાં નથી. સ્વર્ગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy