SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જિનમાર્ગનું જતન ૨૦,૦૦૦ (વીશ હજાર)નું છે, તો (ના ટકો આપનારે ૧૦ રૂ. અને ૧ ટકો આપનારે ૨૦) રૂ. તે જિનમંદિર માટે આપવાના રહે, અને ટીપે-ટીપે સરોવર ભરાય' તે મુજબ આવાં કાર્યો સારી રીતે થઈ જાય. આ વાત પણ સારી આવકવાળા સંઘોએ ખાસ વિચારવા જેવી છે, અને આ રીતે કરવા તૈયાર થનારા સંઘોએ ભારતના શ્રીસંઘોમાં તે જાતની ઉદ્દઘોષણા કરવી જોઈએ; અને એમ જો થાય તો તેવા સંઘો દિવસે-દિવસે વધવા માંડશે, અને એ રીતે જૈન સંસ્કૃતિના ભવ્ય વારસારૂપ અને ભવ્ય સંદેશરૂપ શ્રી જિનમંદિરો ચિરંજીવ બનશે. “આ વાત ચાતુર્માસ-સ્થિત પૂજ્ય મુનિરાજ શ્રીસંઘમાં સમજાવે, અને વિશેષ ધ્યાન દોરે, તેમ જ શ્રીસંઘો પણ આ વાતને સમજે, તો જરૂર શ્રી જૈનશાસનના ઇતિહાસમાં એક સુંદર પાનું ઉમેરાશે, કલ્યાણની એક જ્યોતિ જલશે.” એમ કહેવું જોઈએ કે “શ્રી મહાવીર-શાસને આ અગ્રલેખ લખીને એક ઉપયોગી, બહુ મહત્ત્વની અને તત્કાળ ધ્યાન આપવા જેવી બાબત તરફ શ્રીસંઘનું ધ્યાન દોર્યું છે. એક બાજુ દેવદ્રવ્ય જમે હોય, અને બીજી બાજુ જીર્ણોદ્ધારની જરૂરવાળાં જિનમંદિરો માટે ખર્ચ કરવામાં ન આવે એ તો છતે પૈસે દ%િ રહેવા જેવો કે છતે અને ભૂખે મરવા જેવો ગુનો છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે, કે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સહકારમાં શ્રી જીર્ણોદ્ધાર-કમિટી જિનમંદિરોના જીર્ણોદ્ધારનું નમૂનેદાર કામ કરી રહી છે. જેઓ જીર્ણોદ્ધારનું કામ કરવા માગતા હોય તેઓને એ માટે દરેક જાતની સલાહસૂચના અને માર્ગદર્શન મળી રહે એમ છે. કહેવાનો સાર એ છે, કે લોભદૃષ્ટિથી મુક્તિ એ ધર્મના ઉપદેશનો અને આત્મસાધનાનો સાર છે. એ લોભદૃષ્ટિને શાસનરક્ષાના કાર્યની આડે આવવા દેવી અને દેવદ્રવ્યનો સતત ઉપયોગ કરવાને બદલે એનો સંગ્રહ કરવાના મોહમાં પડવું એ ધર્મમાર્ગને નહીં સમજવા જેવી ભૂલ છે. (તા. ૧૭-૧-૧૯૭૦) (આ લોભ અને અવજ્ઞાનો ઇતિહાસ પણ કેટલો જૂનો છે તે આંસુ આવે તેવા નીચેના વૃત્તાંતમાં પ્રતિબિંબિત થાય છે:). બે દિવસ પહેલાં જ પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીને મળવાનું થતાં, તેમની પાસેથી રાજસ્થાનમાંનાં આપણાં અતિપ્રાચીન જિનમંદિરોની બિસ્માર હાલતનું જે વર્ણન સાંભળ્યું, તે જાણે આપણી ધર્મ-ધગશને અને આપણા ધર્માનુરાગને પડકારતું હોય એવું લાગ્યું. એ સાંભળતાં, મનમાં, આપણે ક્યાં હતા, ક્યાં પહોંચ્યા અને કયાં જઈ રહ્યા છીએ એ સંબંધી અનેક વિચારો ઉદ્દભવ્યા વગર ન રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy