________________
ધાર્મિક દ્રવ્ય : ૨
૨૭૫
શ્રી મુનિજી “રાજસ્થાન પુરાતત્ત્વ મંદિરના અધ્યક્ષપદે નિયુકત થયા ત્યારથી તો રાજસ્થાનની શિલ્પ-સ્થાપત્ય-સમૃદ્ધિ જાણે તેમના અંતરમાં રમ્યા જ કરે છે. મેં આ પરિભ્રમણની વધુ વિગત પૂછતાં તેઓએ કહ્યું –
આબુના પ્રશ્નના કારણે રાજસ્થાનના કાર્યકર્તાઓ ને વિદ્વાનોના એક જૂથે સાથે અમે આબુની આસપાસના પ્રદેશમાં એક અઠવાડિયા લગી પગપાળા પ્રવાસ ગોઠવ્યો હતો. આ પ્રવાસમાં રેગિસ્તાન ગણાતા રાજસ્થાનમાં પણ કોઈ-કોઈ સ્થળે કાશ્મીરની ભૂમિની સ્મૃતિ ગવે એવી રમ્ય કુદરત છુપાયેલી છે, એનું દર્શન કરવાનો સુઅવસર સાંપડી ગયો, ને મન એક પ્રકારનો આલાદ અનુભવી રહ્યું. પણ આ પ્રવાસમાં જૈન મંદિરોની જે દશા જોવા મળી, તેણે આ આહલાદને વિષાદમાં પલટાવી નાખ્યો. એ વિશાળ ભવ્ય સ્મારકોની હાલત તરફ મારા સાથીદારોનું ધ્યાન દોરતાં મેં મિત્રભાવે તેઓને ઠપકો પણ આપ્યો. જ્યારે હું મારા સાથીઓને આવો ઠપકો આપતો હતો, ત્યારે આખો જૈનસંઘ મારી દૃષ્ટિ સમક્ષ ખડો થયો. મને થયું, આ સાથીઓને કહ્યું તે તો બરાબર, પણ જૈનસંઘ પણ આ માટે ઓછા ઠપકાને પાત્ર ન ગણાય. આવાં અનેક ધ્વસ્ત મંદિરો અત્યારે મારા સ્મૃતિપટ ઉપર અંકાઈ ગયાં છે; પણ બે મંદિરોનું દશ્ય તો મનમાંથી કેમે કરી દૂર થતું નથી – વારેવારે એના જ વિચારો આવ્યા કરે છે. આમાંનું એક તે મુંડસ્થળ(મુંગથળા)નું જૈન મંદિર, સાતસો-આઠસો વર્ષ જેટલું જૂનું – લગભગ બારમી સદીનું આ મંદિર છે. કેવું ભવ્ય-મનોહર એ મંદિર છે ! ઇતિહાસકારોએ એ અંગે વારેવારે લખ્યું છે. પણ આજે એ એવું વેરાન અને સંરક્ષણવિહોણું બન્યું છે, કે લોકો એનો ઉકરડા તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે; મળ-મૂત્રના જાણે ત્યાં ઢગ ઊભરાય છે! બીજું મંદિર તે વસંતગઢનું. વસંતગઢ પિંડવાડા સ્ટેશનથી આઠ માઈલ થાય. આ મંદિર તો છેક સાતમી સદીનું, એટલે તેરસો વર્ષ જેટલું પુરાણું છે. પણ એ આજે યાત્રાનું ધામ બનવાને બદલે વિશ્વનું ઘર બની બેઠું છે; કેટલું પ્રાચીન મંદિર, ને કેવી દર્દભરી દશા ! આ મંદિરમાં સોળમી સદીના શિલાલેખવાળી એક સાડાત્રણ ફૂટ જેવડી મોટી પાષાણ-પ્રતિમા જોઈ તો મસ્તક જ ન મળે ! આજે મુંડસ્થળમાં કે વસંતગઢમાં એક પણ જૈનની વસતી નથી. આપણાં ધર્મસ્થાનોની આવી હાલત હૃદયમાં રૂદન પેદા કરે છે.”
કયાં આપણાં દેવમંદિરો અને કયાં વિના ઉકરડા ! અને સાથેસાથે જ મન જવાબ આપતું હતું : આપણે દેવદ્રવ્ય સાચવી જાણ્યું, પણ દેવમંદિરોની ઉપેક્ષા કરી; આપણે ધર્મને સાચવવાની કોશિશ કરી, પણ ધર્મીઓની સાવ ઉપેક્ષા કરી !
(તા. ૧૧-
૧૧૯૫૨) જેનસંઘની તડકી-છાંયડીનો ઇતિહાસ તપાસીશું તો લાગ્યા વગર નહીં રહે, કે સંઘમાં એકબીજાને સહાયક થવાની સાચા દિલની ભાવનાનો જેટલા પ્રમાણમાં જ્યારેજ્યારે વિકાસ અને અમલ થયો છે – ભલે પછી દીર્ઘદર્શી જ્યોતિર્ધર સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org