________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧, ૨
નિમિત્તે કે બીજા કોઈ પણ નિમિત્તે અહિંસા, કરુણા, વિશ્વપ્રેમ અને શાંતિની ભાવનાનો પ્રચાર થાય એને અમે ઇષ્ટ ગણીએ છીએ.
વળી, પોતાની કરુણા, ક્ષમાશીલતા, વિશ્વવત્સલતા, ઉદારતા અને સમતાને કા૨ણે ભગવાન બુદ્ધે બૌદ્ધધર્મના અનુયાયીઓ ઉપરાંત અન્ય વિદ્વાનો અને વિચારકોના અંતરમાં પણ ભારે આદરભર્યું સ્થાન મેળવ્યું છે એ એક નક્કર હકીકત છે. એટલે એમના પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને પણ જો દેશ-વિદેશના આગેવાનો, વિચારકો અને વિદ્વાનો અહિંસાને અપનાવતા હોય તો તેથી દુનિયાનું કલ્યાણ જ થવાનું છે એમાં શંકા નથી.
૧૧૧
અહિંસાનો વિજ્ય એ ધર્મમાત્રનો વિજય છે, કેવળ શ્રમણ-સંસ્કૃતિનો વિજય નથી. આવો વિજ્ય થતો હોય તો એમાં આ કે તે નામના મોહમાં ન તણાતાં, સહુ કોઈએ એમાં સાથ આપવો એ જ મુખ્ય વાત છે. છેવટે તો નામનું નહીં પણ ગુણગ્રાહક વૃત્તિનું જ ખરું મૂલ્ય થવાનું છે, અને એ વૃત્તિથી જ માનવી પોતાનું અને ૫૨નું કલ્યાણ કરી શકવાનો છે.
અમે આ દૃષ્ટિએ ભગવાન બુદ્ધના પરિનિર્વાણની પચ્ચીસસોમી જયંતીના મહોત્સવનું સ્વાગત કરીએ છીએ, અને સૌ કોઈ એમાં ઉદારતાપૂર્વક સાથ આપે એમ ઇચ્છીએ છીએ.
Jain Education International
(૨) જીવદયા = આપદયા
પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવી તત્ત્વજ્ઞાનથી સમજી શકાય એવી વાત કે ‘કરે તેવું પામે અને વાવે તેવું લણે' જેવી સામાન્ય સમજમાં પણ સહેલાઈથી ઊતરી શકે એવી વાત – એ બંને દૃષ્ટિએ જીવદયાનું ભારે મહત્ત્વ છે. જીવદયા એટલે, માત્ર શરીરભેદથી ભાસતો નાના-મોટાનો ભેદભાવ ભૂલી જઈને, જીવમાત્ર પ્રત્યેની ક્રૂરતાનું નિવારણ-માત્ર જ નહીં, પણ જીવમાત્રને સુખ ઊપજે એવી પ્રવૃત્તિનો આદર.
આજે દેખીતી રીતે તો એમ મનાવા લાગ્યું છે કે માનવી આખી દુનિયાના કેન્દ્રમાં છે, અને બાકીની પ્રાણીસૃષ્ટિએ એની મરજી અનુસાર જીવવા કે મરવા તૈયાર રહેવાનું છે. પોતાની સુખ-સગવડ, તંદુરસ્તી કે સાહ્યબીમાં વધારો થઈ શકતો હોય, તો ગમે તે જીવનો વધ કરવાનું આજે જાણે સહેલું લાગવા માંડ્યું છે. આમ તો પોતાના નિર્વાહ
For Private & Personal Use Only
(તા. ૧૯-૫-૧૯૫૬)
www.jainelibrary.org