SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જિનમાર્ગનું જતન છે... જ્યારે એકબીજાને સાથ, સહકાર અને સંતોષ આપવાની વૃત્તિ જનતાના દિલમાં અતિ સહજ ભાવે રમ્યા કરતી હતી, ત્યારના રાજકારણનો રંગ સાવ નિરાળો હતો; આપણા ઘરનો રખેવાળ કે ચોકીદાર આજે જે રીતે આપણા ઘ૨માં સ્થાન ભોગવે છે, લગભગ એવું જ સ્થાન તે કાળનું રાજકારણ પ્રજાજીવનમાં ભોગવતું હતું. કંઈક અવ્યવસ્થા ઊભી થાય એટલે રાજ્ય વચમાં પડીને સુવ્યવસ્થાને પુનઃ પ્રતિષ્ઠિત કરે... વળી અઢારે વર્ણની સાથે સુમેળ સાધીને એનાં સુખદુઃખના સાચા ભાગીદાર બનીને જીવવાની અને જીવવા દેવાની ભાવના જનતામાં સમાજધર્મ જાગૃત રાખતી હતી ત્યારે પણ વસ્તુસ્થિતિ સાવ જુદી હતી. અને સહુથી આગળ વધીને તો, જે કાળે સહુના દિલમાં પોતાના હક્ક માગવાના બદલે બીજાને માટે પોતાનું જે હોય તેનો ત્યાગ કરવાનું શોણિત વહ્યા કરતું હતું, ત્યારે અનેક પ્રકારનાં દુઃખો કે મુસીબતોનો સામનો કરવાનો વખત આવવા છતાં માનવીના અંતરમાં અસંતોષ નહોતો ફાટી નીકળતો. પણ આજે તો બધાને પોતાના હક્કનું વિશેષ ભાન થવા લાગ્યું છે, અને પોતાનું સ્થાન કયાં છે એ નક્કી કરવાની તેમ જ પોતાના સ્થાનને ઊંચું લાવવાની તાલાવેલી લાગી છે, ત્યારે સમાજજીવનનાં જૂનાં તોલ-માપ કામ ન લાગી શકે એ સમજી શકાય એવી વાત છે. અત્યારે માણસના મતની પહેલાં કદી ન હતી એવી કિંમત થવા લાગી છે, અને એક-એક કરતાં અનેક મતો કાંઈ વિશિષ્ટ કાર્ય માટે ભેગા થઈ જાય, તો પહેલાંના યુગમાં મોટી રાજસત્તા જે કામ મુશ્કેલીથી કરી શકતી હતી તેથી સવાયું કામ આ ભેગા કરવામાં આવેલા મતો સહજ રીતે કરી શકે છે. “ઝાઝી કીડીઓ સાપને તાણે '’ એ કહેવત અત્યારના લઘુમતી-બહુમતીના યુગમાં વધુમાં વધુ ચિરતાર્થ થતી માલૂમ પડે છે. કારણો અને ઉપાયો : પોતાના અનુયાયીઓની સંખ્યામાં દિવસે-દિવસે ઘટાડો થવા છતાં જૈનધર્મ હિંદુસ્તાનમાં બીજા ધર્મોની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકયો છે તેનું એક અને મુખ્ય કારણ એનું સંસ્કારબળ, અને બીજું મહત્ત્વનું કારણ એના અનેક બાહોશ અનુયાયીઓનું ગણનાપાત્ર ધનોપાર્જન-બળ છે. આ ધનબળ અને સાધર્મિકો માટે તેના ઉદાર વ્યયનું બળ જો નબળું થઈ જાય તો તેની અસર સંસ્કારબળ ઉપર શી થાય એનો ગંભી૨૫ણે વિચા૨ ક૨વાની જરૂ૨ છે; કારણ કે ખાધેપીધે એટલે કે આર્થિક રીતે મુશ્કેલીમાં આવી પડેલો સામાન્ય જનસમૂહ પોતાના પુરાતન સંસ્કારબળને ટકાવી નથી શકતો એ વાતના અનેક પુરાવા આજે આપણે જેને પતિત જાતિઓ ગણીએ છીએ એના ઇતિહાસમાંથી મળી શકે એમ છે. બીજી બાજુ હલકામાં હલકા ગણાતા માનવીઓ Jain Education International (૨૦-૧-૧૯૫૧) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy