________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮
પણ ખાન-પાનની સામગ્રી સુલભ બનતાં ઊંચા સંસ્કારોને અપનાવી શકે છે એના અનેક દાખલા ક્રિશ્ચિયન મિશનરીઓએ કરેલ ધર્મપ્રચારના ઇતિહાસમાંથી મળી રહે છે. એટલે અત્યાર લગી નોંધપાત્ર ગણાતું આપણું આર્થિક બળ જો ઓછું થવાનું હોય, તો એને સ્થાને આપણે એવું કોઈક બીજું બળ જરૂર ઊભું કરવું જોઈએ કે જે બળ આપણને આપણા સંસ્કાર-બળને ટકાવવામાં ઉપયોગી થઈ શકે. અને આ બીજું બળ તે સુદઢ બંધુત્વના વિકાસમાંથી જન્મતું સંખ્યાબળ. અત્યારનું વાતાવરણ લોકશાહી તરફ ઢળી રહ્યું છે, અને લોકશાહીમાં સંખ્યાબળ એ આર્થિક બળ કરતાં સરસાઈ ભોગવે છે એ વાત વિશે વધુ સમજાવવાની જરૂર નથી. આ ઉપરથી સમજી શકાશે કે આપણું સંખ્યાબળ વધારવાની કેટલી જરૂર છે.
હજુ પણ આપણે જો એમ માનતા હોઈએ કે આપણું પરંપરાગત ધંધા-વ્યાપારથી જન્મતું ધનબળ સદા એકસરખું જ ટકી રહેવાનું છે, તો તે આપણી મોટી ભૂલ છે; કારણ કે અત્યારે આખી દુનિયામાં આર્થિક સમાનતાની હિમાયત અને માગણી કરતી ગાંધીવાદી, સમાજવાદી કે સામ્યવાદી વિચારસરણી બહુ વેગપૂર્વક આગળ વધી રહી છે. અને કદાચ કોઈ મૂડીદાર-વર્ગ રહેવાનો હશે, તો પણ અત્યારે જે વર્ગ આર્થિક વર્ચસ્વ ભોગવી રહ્યા છે તેના હાથમાંથી તો એ ચાલ્યું જ જવાનું છે, ભલે પછી બીજા વર્ગના હાથમાં જઈને એની ગમે તેવી દશા થાય. જો આપણે જોઈ શકતા હોઈએ તો આર્થિક વર્ચસ્વનો આવો પલટો શરૂ પણ થઈ ગયો છે. એટલે જતે દહાડે આપણા આર્થિક બળમાં ઓટ આવવાની જ છે એમ સમજીને જૈન-સમાજના ભવિષ્યના યોગક્ષેમનો આપણે અત્યારથી જ વિચાર કરવો જોઈએ; અને એ માટેનો શ્રેષ્ઠ ઉપાય આપણું સંખ્યાબળ ટકાવવું અને સાચા માર્ગે વધારવું એ જ છે.
જૈનધર્મના અનુયાયીઓનો મોટો વર્ગ બીજાઓની અપેક્ષાએ સુખી જીવન જીવતો હતો. પણ તેમાં ય છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં ભારે ફેરફાર થઈ ગયો છે. આજે તો ઠેરઠેર અને ઘેર-ઘેર જૈનોમાં દરિદ્રતાનો પ્રવેશ થઈ રહ્યો છે. જૈનસંઘના આગેવાન ગણાતા આપણા ધનવાનો અને ગામેગામ ફરનારા આપણા ધર્મગુરુઓ આ ભયંકર સ્થિતિ નથી જોઈ શકતા એ ભારે કમનસીબી છે. એક બાજુ ઘોડાપુરના વેગે વધી રહેલી આપણી દરિદ્રતા અને બીજી બાજુ ઉત્સવમહોત્સવોમાં ખર્ચાતાં અઢળક નાણાંનો વિચાર કરીએ છીએ ત્યારે ભૂખ્યા અને વસ્ત્રહીન માનવીને જાણે ઘરેણાંનો શણગાર સજાવતા હોઈએ એવું બેહૂદું લાગે છે. એટલે આપણું રહ્યુંસહ્યું આર્થિક બળ અત્યારના નવીન પ્રવાહોના કારણે આથમી જાય તે પહેલાં તેનો ઉપયોગ સંઘ-શરીરને પુષ્ટ બનાવવામાં કરી લેવો અને આર્થિક ભીંસના કારણે આપણી સંખ્યામાં વધુ ઘટાડો થતો અટકાવવો એ જૈનધર્મની મહાન સેવા બજાવવા જેવું પુણ્યકાર્ય છે. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org