________________
૨૮
જિનમાર્ગનું જતન આપણા સંખ્યાબળમાં ઘટાડો થતો અટકે અને બીજી બાજુ એ બળમાં વધારો કરવા જેટલા ઉદાર અને પ્રયત્નશીલ આપણે બનીએ તો જ આપણું ભવિષ્ય આપણે ઉજ્વળ બનાવી શકીશું.
હિંદુસ્તાનમાંથી નામશેષ થઈ ગયેલ બૌદ્ધ ધર્મનો પ્રચાર દેશમાં ધીમે-ધીમે વધી રહ્યો છે અને એના અનુયાયીઓ કે પ્રશંસકોની સંખ્યામાં ધ્યાનપાત્ર વધારો થઈ રહ્યો છે એ બીના તરફ આપણે ધ્યાન આપવાની જરૂર છે. ભગવાન બુદ્ધે પોતાના ભિક્ષુઓને
નહિતાય અને વહુનનવીય પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે, તેમ ભગવાન મહાવીરે પણ આપણને મિત્તિ મેં સવ્વપૂઈસુનો સર્વકલ્યાણકારી ઉપદેશ ક્યાં નથી આપ્યો ? જો જગતના પ્રાણીમાત્ર સાથે મૈત્રી સાધવાનો આપણો દાવો આપણે સાચો પાડવો હોય તો આપણે કેટલા ઉદાર અને બીજાઓ સાથે કેટલા આત્મીય બનવું પડે ! જો આવી ઉદારતા અને આવી આત્મીયતા આપણે કેળવી શકીએ, તો જૈનધર્મને આપણે જરૂર “જનધર્મ' બનાવી શકીએ, અને એ રીતે આપણા સંખ્યાબળમાં થતો ઘટાડો અટકાવવા ઉપરાંત જનસમૂહને સાચી શાંતિનો માર્ગ દેખાડી શકીએ.
(તા. ૨૫-૧૨-૧૯૪૯) જૈનધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો થતો રહેવાનાં અનેક કારણોમાં એક કારણ એ પણ છે કે આપણે ધર્મપ્રચારને નીતિમત્તા અને સદાચારને લક્ષતો બનાવવા કરતાં કંઈક વિશેષ પ્રમાણમાં ક્રિયાકાંડ અને રૂઢિચુસ્તતાને લક્ષતો બનાવી દીધો છે. આનું પરિણામ બે રીતે નુકસાનકારક આવ્યું છે : પહેલું તો તેથી આપણું સંખ્યાબળ ઘટતું રહ્યું, અને બીજું : આપણા પોતાના જીવનમાં માણસાઈ કે નીતિમત્તા કરતાં અંધશ્રદ્ધા, મિથ્યાભિમાન અને અલગતાની વૃત્તિ જેવાં પ્રગતિનાં રોધક તત્ત્વોનો વધુ વિકાસ થયો. ક્રિયાકાંડની ઘેલછામાં ઘણી વાર તો આપણે જીવનશુદ્ધિના વિવેકને પણ વીસરી જઈએ છીએ એ ભારે ભયજનક વસ્તુ છે; એની સામે જૈનસંઘે સત્વર જાગૃત બનવાની જરૂર છે. એમ નહિ થાય તો સમાજમાં સુવ્યવસ્થા સ્થાપી શકે, માનવજીવનમાં સમત્વની પ્રતિષ્ઠા કરી શકે અને રાષ્ટ્રજીવનને સુદઢ બનાવી શકે તેમ જ જીવમાત્રમાં મિત્રતાનો સાક્ષાત્કાર કરાવી શકે એવાં જૈનસંસ્કૃતિનાં બહુમૂલાં તત્ત્વોને આપણે વધુ ને વધુ પ્રમાણમાં ખોઈ દઈશું.
ખરી રીતે તો ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણીની જેમ, માર્ગભૂલ્યાને ધર્મ અને સંસ્કૃતિની જરૂર પડે છે. અથવા એમ કહી શકીએ કે માર્ગભૂલ્યા. પાપમય માર્ગોએ વળેલા માનવીઓને જીવન-શોધનનો માર્ગ બતાવવામાં જ ધર્મ અને સંસ્કૃતિની સાચી ચરિતાર્થતા છે. એટલે જ્યાં-જ્યાં અનીતિ, અધર્મ કે કુસંસ્કારનું બળ જામ્યું હોય ત્યાં ધર્મ અને સંસ્કૃતિની સરિતાને વહેતી કરવી એ પ્રત્યેક ધર્માત્મા કે ધર્મગુરુની ફરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org