________________
જિનમાર્ગનું જતન
અને ભાતૃપ્રેમ પણ જીવંત રૂપે ભગવાનના ગૃહસ્થ-જીવનમાં દર્શન આપે છે. મા-બાપની મિલકતની વહેંચણીની તો ત્યાં વાત નથી; ત્યાં તો ત્યાગની હોડ જામે છે ! અને વળી મોટા ભાઈ નન્દીવર્ધનની આજ્ઞાને શિરે ચડાવીને વર્ધમાન જ્યારે બે વર્ષ ઘરમાં (સંસારમાં) રહેવાને કબૂલ થાય છે, ત્યારે બંધુભાવ જાણે દૈવી ૨સે ૨સાઈ જાય છે. આવો બંધુભાવ હતો આપણા ઉપાસ્ય મહાવીરનો ! ત્યારે એમના ઉપાસક આપણે આજે કયાં ઊભા છીએ ? મિલકત-વહેંચણીમાં એક વાસણના બે ટુકડા કરવા પડે એ મંજૂર, પણ છોડે એ બીજા !
અને વાર્ષિક દાનનો પ્રસંગ તો જીવન-બોધક પ્રસંગોનો જાણે મુકુટમણ બની જાય છે. ત્યાગનો મહામાર્ગ એ જ જીવન-સાધના અને સુખ-શાંતિનો સાચો માર્ગ છે – એ છે એનો બોધપાઠ. પણ આપણે તો જાણે પરિગ્રહ વધારી-વધારીને એ બોધપાઠને વધાવવા માગીએ છીએ !
*
૧૦૪
ભગવાનની સાધક-દશા માટે તો શું-શું કહીએ અને શું-શું ન કહીએ ? સાડાબાર વર્ષ જેટલા એ સમયની પળેપળ જાણે જાગૃતિનો બોધપાઠ આપી જાય છે.
જેને આત્મશુદ્ધિ માટે સાધનાનાં નિર્મળ નીરની ખેવના છે એણે દુનિયાનાં કષ્ટોના કીચડ તરફ ધ્યાન આપવું ન પાલવે; કષ્ટો આપનારાં કષ્ટો આપ્યા કરે, પણ આપણે આપણા માર્ગે ચાલ્યા કરીએ; અરે, એટલું જ શા માટે ? સમતાનો ગુણ પ્રગટાવીને એ કષ્ટોને જ સાધનાનું વાહન બનાવી લઈએ ! મરજીવો જો કષ્ટથી અકળાય કે મોતથી ડરે તો મહામૂલાં મોતી મેળવી શકે ખરો ? સાધકે તો સારાં, નરસાં સૌમાં સમભાવી થવું ઘટે. એ સમભાવની સાધનામાં તો ભગવાન ચ૨ણની સેવા કરતા ઇન્દ્ર અને ચરણને ડંખ દેનાર ભોરિંગ વચ્ચે જરા ય ભેદભાવ દાખવતા નથી.
પોતાની સાધનાના પ્રારંભમાં જ, પોતાના કાર્યમાં સહાયક થવાની ઇન્દ્રની માગણીને નકારીને પ્રભુએ પોતાના કલ્યાણ માટે પારકા ઉપર – દેવદેવીઓ ઉ૫૨ ભરોસો રાખવા ટેવાઈ ગયેલી જનતાને સ્વપુરુષાર્થનો અમૂલ્ય બોધપાઠ આપ્યો હતો. પારકી આશ સદા નિરાશ.
આવાં તો કંઈકંઈ કષ્ટો આવી પડે છે; પણ સમભાવી ભગવાનના મન ઉપર એની કશી અસર થતી નથી. જેણે કાયાની માયા ત્યજીને આત્મા સાથે માયા જોડી છે એને વળી કાયાનાં કષ્ટની શી ચિંતા ? દુઃખ ભલે સો-સો પડે, પણ સત્યનો માર્ગ ન ચૂકવો એ છે આ પ્રસંગનો બોધપાઠ.
અને એ સાધનાકાળ દરમ્યાન જ પોતાના અભિગ્રહની પૂર્તિ નિમિત્તે ભગવતી ચંદનાના હાથે અડદનાં બાકળાં વહોરીને પ્રભુએ પદદલિત અબળા જાતિનો મહિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org