________________
સ્વતંત્ર ભારત ઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૭, ૮
૪૪૧ આવું બધું ય આપણે ત્યાં ચાલી રહ્યું છે, અને તે પણ લોકશાહી રાજ્યતંત્રમાં, લોકશાહીની રીતરસમ મુજબ જ ! એટલે આમાં કેવળ નાણાપ્રધાનને દોષ દેવો બરાબર નથી. વડાપ્રધાનને માન્ય ન હોય તો આવો ધારો બની જ ન શકે. અને વડાપ્રધાન ઉપરાંત પ્રધાનમંડળના સાથીઓ પણ આમાં જવાબદાર લેખાય જ; કારણ કે સંયુક્ત જવાબદારી એ પ્રધાનમંડળની બંધારણીય નીતિ છે. વળી, પ્રધાનો ગમે તે ઇચ્છે, પણ લોકસભાને એ વાત માન્ય ન હોય તો એવો કાયદો બની જ ન શકે. એટલે ફરજિયાતથાપણ યોજના કે સુવર્ણ-અંકુશ જેવા ધારા ઘડાયા એમાં ખરેખરી જવાબદારી તો લોકસભાના સભ્યોની જ ગણાય, કે એ આવા ધારાઓથી વધી પડનારી સામાન્ય પ્રજાજનની આર્થિક ભીંસને ન સમજી શક્યા.
પણ જ્યાં ખુરશી, સત્તા અને જૂથબંધી માટે અંદર-અંદર જબરી સાઠમારી જામી પડી હોય, ત્યાં સામાન્ય પ્રજાનું હિત સચવાય એવી આશા રાખવી નકામી છે – જાણે એમ જ લાગે છે કે આ સ્વરાજ્ય આવ્યું છે તે કેવળ કોંગ્રેસપક્ષના પોતાના લાભને માટે; એનું હિત સચવાતાં જે કંઈ વધે તે જ પ્રજાજનને મળવાનું છે. અને પ્રામાણિક પ્રજાજન કે કાર્યકરનું તો કોઈ સ્થાન જ નથી રહ્યું !
પણ અમે બહુ જ અદબ સાથે કહેવા માગીએ છીએ, કે આવી વિષમ સ્થિતિ લાંબો વખત ચાલુ રહી શકે નહીં. એટલે આપણે શાસક કોંગ્રેસ પક્ષ સુના હાથ રવિ कबहु न खाली जाय । मुवे ढोरके चामसे लोहा भस्म हवै जाय मे. साहशिमामाने ધ્યાનમાં લઈને વધુ નિર્દય થતો અટકે અને સામાન્ય પ્રજાજનને પણ સ્વરાજ્યનો લાભ મળે એ રીતે પોતાના આપમતલબી બની ગયેલા રાજ્યતંત્રને સાચું લોકશાહી રાજ્યતંત્ર બનાવવા તરફ ધ્યાન આપે.
(તા. ૩-૯-૧૯૬૩)
(૮) પૂંજીવાદનું મારણ મુદ્રાક્ષય રાજકારણમાં અર્થકારણનું ભારણ વધતાં વધતાં એવું તો જબરું થઈ ગયું છે કે જાણે હવે એનો છેડો આવવાની તૈયારીઓ અગમ્ય રીતે છતાં ઝડપથી ચાલતી હોય, અથવા પૈસો પડખું બદલતો હોય કે પગ કરવા માગતો હોય એવાં અનેક એંધાણ સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપમાં કળાવા લાગ્યાં છે. આર્થિક ભીંસની આ ઉપાધિ હિંદુસ્તાન કે એવા કોઈ એકલ-દોકલ ગરીબ દેશને જ નહીં, પણ દુનિયાભરના દેશોને અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org