________________
૩૧૫
તીર્થરક્ષા અને તીર્થસેવનઃ ૯ આશાતના કરી કહેવાય, અને તીર્થભૂમિને નુકસાન પહોંચાડવામાં ભાગીદાર બનવાનો દોષ આપણને લાગે.
શ્રી. કેસરિયાજી તીર્થ અંગેની આપણને ખૂબખૂબ મૂંઝવતી અનેક સમસ્યાઓમાંની એક સમસ્યા છે ત્યાંના માથાભારે થતા જતા પંડાઓની સાથે આપણે કેવી રીતે કામ લેવું એ છે. આપણા જ તીર્થમાંથી અને આપણાં જ ખિસ્સાઓમાંથી ન ધારી શકાય એવો મોટો આર્થિક લાભ મેળવવા છતાં, આ પંડાઓ શ્રી કેસરિયાજી તીર્થનું એક જૈનતીર્થ તરીકે સન્માન કે જતન કરવામાં નિષ્ફળ નીવડ્યા છે; અથવા સાચું પૂછો તો એમાં સાવ બેદરકાર બન્યા છે. આટલું જ નહીં, એ તીર્થને જૈનેતરનું તીર્થ ગણવામાં આવે, એ તીર્થ ઉપર જૈનેતરોનો પણ હક્ક પ્રસ્થાપિત થાય માટે પણ તેઓ વારેવારે અનેક ચળવળો હાથ ધરી બેસે છે. થોડા મહિનાઓ પહેલાં, ત્યાં દિગંબરો અને શ્વેતાંબરોની જૈન પેઢીઓની જેમ વૈષ્ણવ સંપ્રદાયની પેઢીની સ્થાપના કરવામાં આવી, ત્યારથી તો એ ચળવળ કોઈકોઈ વાર અથડામણ અને કલહનું રૂપ લેવા લાગી છે. આ એક ભારે ચિંતાજનક બાબત છે.
શ્રી કેસરિયાજીનાં મંદિરનાં બાવન જિનાલયોની દીવાલ ઉપરનાં દિગંબર જૈન ભાઈઓનાં સત્તાવીશ જેટલાં શિલ્પોને થોડા દિવસો અગાઉ (સન ૧૯૫૧માં) જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને ખંડિત કરવામાં આવ્યાં છે, તે દુર્ઘટના ઉપરની વાતની શાખ પૂરે છે. મંદિરના પ્રાંગણમાં, જ્યારે મંદિરના અને તેના ચોગાનના દરવાજાઓ બંધ રહેતા હોય ત્યારે, રાત્રીના પ્રસંગે આવું અપકૃત્ય આચરવામાં આવે એ બીના દુઃખદાયક અને ચિંતાજનક અનેક અનુમાનો તરફ અચૂક રીતે દોરી જાય છે. અહીં બધાં અનુમાનોનું વર્ણન કરવું ન તો ઈષ્ટ છે, ન તો જરૂરી છે. અહીં તો ફક્ત એટલું જ જાણવું બસ થશે, કે આ ચિહુન આપણને કોઈ ઊંડા રોગના નિદાન તરફ દોરી જાય છે, અને આ ઊંડું દર્દ તે જૈનેતર ભાઈઓની આ તીર્થમાં પોતાનો પગદંડો જમાવવાની દાનત. આવા પ્રસંગે પોતાના અંતરમાં જે ધર્મે વાસ કરેલો હોય, તે ધર્મ પ્રત્યેની અંધશ્રદ્ધા તેમને સાચી વસ્તુ તરફ આંખમીંચામણાં કરાવે કે કંઈ ને કિંઈ ધમાલ કરવા તરફ ઉશ્કેરે એ સાવ સ્વાભાવિક વાત છે. પંડાઓના ઉપદ્રવના મૂળમાં પણ આ જ બીજો છૂપાયાં હોય એમ લાગે છે.
એ ગમે તે હોય; પોતે આ તીર્થ પ્રત્યે કેવું વર્તન રાખવું અને જેનો પૈસો પોતાની આજીવિકામાં અગત્યનો ભાગ ભજવતો હોય તે સમાજ સાથે કેવો સંબંધ રાખવો એ પંડાઓના પોતાના હાથની અને મરજીની વાત છે. તેઓ ધારે તો એને સુધારી શકે છે, ધારે તો બગાડી શકે છે; એમનું વર્તન હવે આપણા હાથ બહારની વાત બની બેઠી છે. આ સ્થિતિમાં સામો શું કરે છે, શું નથી કરતો એ જોઈને અને એનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org