________________
સામાજિક સુધારો અને વિકાસ : ૭
કોઈ પ્રદેશોમાં પોતાના સમાજના અંગભૂત માનવીઓ માટે આવી સુવ્યવસ્થા કરેલી જોવા મળે છે. પણ જૈન સમાજે હજુ આવી વ્યવસ્થા કરવાનું શીખવાનું બાકી છે. આપણે ત્યાં મોટે ભાગે તો ‘પડે તે ભોગવે’ જેવી ધણીધોરી વગરની સ્થિતિ જ પ્રવર્તે છે. આમ થવામાં કર્મના સિદ્ધાંતની અધૂરી તેમ જ એકાંગી સમજણ પણ કદાચ કારણરૂપ હોય. પણ એ ચર્ચામાં અત્યારે નહીં ઊતરીએ. અહીં તો એટલું જ જાણવું બસ છે કે આપણા સમાજના વૃદ્ધો, અશક્તો, અનાથો માટે આપણે સામાજિક કર્તવ્યપૂર્તિરૂપ કોઈ વ્યાપક યોજના નથી કરી. જે કંઈ થોડુંઘણું કરીએ છીએ તે કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને નહીં, પણ છીછરી દયા-દાનવૃત્તિથી પ્રેરાઈને એવી રીતે કરીએ છીએ કે એનો લાભ લેનારને અંત૨માં માનહાનિનો કે પોતાના ઊતરતાપણાનો અનુભવ થયા વગર ન રહે. સમાજને સશક્ત, ગૌરવપૂર્ણ અને વર્ચસ્વવાળો બનાવવાની દૃષ્ટિએ આ બહુ મોટો દોષ છે, બહુ મોટી ખામી છે.
આ દોષ ત્યારે જ દૂર થઈ શકે, જ્યારે સમાજના અસહાય માનવીઓને માટે સુયોગ્ય વ્યવસ્થા કરવી એને આપણે અનિવાર્ય કર્તવ્યરૂપ દયાધર્મ લેખીએ.
વળી છેલ્લા દાયકામાં તો જૈન સમાજના મોટા ભાગના મધ્યમવર્ગની સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે, અને અશક્તો. વૃદ્ધો, ચિ૨ોગીઓ અને સાધનહીન વિધવા-બહેનોની સંખ્યામાં તેમ જ એમની મુસીબતોમાં વધારો જ થતો જાય છે. એટલે જો સમાજે સાચા અર્થમાં જીવવું અને ટકી રહેવું હશે, તો આ બધાંઓને માટે એણે કંઈક ને કંઈક યોગ્ય વ્યવસ્થા કરવી જ પડશે; નહીં તો તે દહાડે આપણો સમાજ અસહાયો, અશક્તો અને અનાથોનું ટોળુંમાત્ર બની રહેશે.
સમાજની સ્થિતિ સામાન્ય બુદ્ધિને પણ સહજમાં સમજાઈ જાય એવી અને નરી આંખે પ્રત્યક્ષ દેખાય એવી સ્પષ્ટ હોવા છતાં, આપણો મોટા ભાગનો ગુરુવર્ગ તો પોતાનાં માન-સન્માન, ઉત્સવ-મહોત્સવ, ક્રિયાકાંડો અને અંગત લાભાલાભના વિચારોમાં એવો ગરકાવ બન્યો છે, કે એને જાણે સમાજનાં આ દુઃખ-દારિદ્યની કશી પડી જ નથી !
પણ આપણો ગુરુવર્ગ જાગે અને સમાજની ચિંતા કરવા લાગે ત્યાં સુધી આપણે રાહ જોયા કરીએ એ હવે પાલવે એવું નથી. હવે તો સમાજનું દુ:ખ જેઓના હૈયે વસ્યું હોય તેઓએ એવી રીતે કાર્ય હાથ ધરવું જોઈએ – અને તે તરત જ હાથ ધરવું જોઈએ – કે જેથી સમાજના ઇતર વર્ગ અને ગુરુવર્ગ સુધી પણ એની ઉષ્મા પહોંચે અને એમને પણ છેવટે જાગૃત થઈને કર્તવ્યપરાયણ બનવાની ફરજ પડે.
કચ્છમાં વિચરતા પૂ. આ. મ. શ્રી વિયસમુદ્રસૂરિજીએ થોડા વખત પહેલાં માંડવીની પાસે આવેલ જૈન આશ્રમની મુલાકાત લીધી હતી. આ આશ્રમની સ્થાપના માનવસેવાના વ્રતને વરેલા મુનિશ્રી શુભવિજ્યજીની પ્રેરણાથી કરવામાં આવી છે. આ
Jain Education International
For Private & Personal Use Only
૪૦૯
www.jainelibrary.org