________________
૪૦૮
જિનમાર્ગનું જતન
કરે; પણ એ કંઈ એક-એક માણસ, એક-એક ઘર કે એક-એક દુકાનની પાછળ પોલીસ મૂકીને એનું રક્ષણ કરી શકે એ ન બનવા જેવી બાબત છે. એટલે છેવટે તો પોતાના જાન-માલનું રક્ષણ કરવાની અમુક હદની જવાબદારી વ્યક્તિઓ ઉપર આવી પડ્યા વગર રહેતી નથી; અને આ જવાબદારી અદા કરવા માટે વ્યક્તિગત હિંમત અને સામાજિક ભાવનાની હૂંફ એ બેની તો અનિવાર્ય જરૂર રહેવાની.
એટલે વ્યક્તિમાં હિંમત આવે અને સમૂહમાં સામાજિક ભાવના કેળવાય એ રીતે સૌએ પોતાના જીવનક્રમને અને પોતાના ધંધાધાપાને નવેસરથી ગોઠવવો પડશે. એમ નહીં કરીએ, તો કોઈક કાળે અત્યાર કરતાં પણ વધુ ભારે જાન-માલનું નુકસાન વેઠવાનો વખત આવશે, ને ત્યારે આપણે સમૂળગું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જશે.
'(તા. ૪-૨-૧૯૫૬)
(૭) અસહાયો માટેની વ્યવસ્થાની ખૂટતી કડી
જૈન શાસ્ત્રોમાં જ્યાં આચારો અને આગારો(છૂટછાટો)નું વિધાન અને વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં બાળ, ગ્લાન, વૃદ્ધ અને તપસ્વીનો નિર્દેશ અચૂકપણે કરવામાં આવ્યો છે. સામાજિક આચારોના પાલનમાંથી એમને બાકાત રાખવા માટે, ખાસ અપવાદો મૂકવામાં આવેલ છે, તેમ જ ખાસ કરીને સેવા-શુશ્રુષા અને વૈયાવચ્ચના અધિકારી તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ચારેનો ઉલ્લેખ મુખ્યત્વે સાધુસમુદાયને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હોવા છતાં એમાં ગૃહસ્થોનો પણ સમાવેશ થઈ શકે છે. આમાં સાધુ કે ગૃહસ્થ તરીકેની દશા કરતાં પણ ઉપર્યુક્ત અવસ્થા જ મુખ્ય લેખાય; કારણ કે ત્યારે આચારપાલન કે જીવનપોષણને માટે બીજાઓની સહાય અને સેવાની અપેક્ષા રહે જ.
અહીં આ ચારમાંના ગ્લાન અને વૃદ્ધ પૈકી પણ ખાસ તો નિરાધાર, અશક્તો અને સાધનહીન વિધવાઓ પર વિચાર કરીશું.
સમાજ હોય ત્યાં સશક્ત અને નબળા, તવંગર અને ગરીબ, નીરોગી અને રોગી, સનાથ અને અનાથ એવાં માનવદંતો રહેવાનાં જ. પણ જો સામાજિક વ્યવસ્થા બરાબર હોય, તો આવાં બધાં ઢંઢો છતાં કોઈ પણ માનવીને પોતાનું જીવન અસહાય કે ભારભૂત ન લાગે, અને એ સમાજના એક માનભર્યા અંગરૂપ બની રહેવાની સાથોસાથ પોતાનું જીવન સુખ-શાંતિપૂર્વક વિતાવે. હિંદુસ્તાનના કેટલાક સમાજોમાં તેમ જ દુનિયાના કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org