________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો: ૧૨, ૧૩
૧૩૯ પ્રાણીઓનાં જડબાં અને દાંતોના અભ્યાસને આધારે એવું પ્રતિપાદન કર્યું હતું કે પ્રાથમિક દશાનો (આદિવાસી) માનવી મુખ્યત્વે પાંદડાવાળી વનસ્પતિઓ અને ફળોને આધારે જ ટકી રહેતો હતો. તેથી એને શરીરને માટે જરૂરી વિટામિન “સી” મોટા પ્રમાણમાં મળી રહેતું હતું. એ વખતે એના આ મંતવ્યની ભલે ઠેકડી કરવામાં આવી હોય, પણ હવે જીવવિજ્ઞાન અને વિકસિત પ્રાણીવિદ્યાના અભ્યાસીઓએ નવેસરથી કરેલ સંશોધન એવું સૂચન કરે છે, કે છેલ્લાં પંદરેક લાખ વર્ષ દરમ્યાન માનવીનો મુખ્ય ખોરાક શાકાહારનો હતો.
ખોરાક અને તંદુરસ્તી વચ્ચે પુરવાર થઈ શકે એવો (જેવું અન્ન તેવું મન નો) સંબંધ હોવાને કારણે, સામાન્ય રીતે અમેરિકનો લે છે એવું વૈભવશાળી ભોજન તંદુરસ્તીની બાબતમાં ગંભીર કહી શકાય એવી સમસ્યાઓ ઊભી કરે છે - જેવી કે, મધુપ્રમેહ (ડાયાબિટીસ), જાડાપણું, અમર્યાદ તંગદિલી અને હૃદય સંબંધી અવ્યવસ્થા. આ વાત ખાસ કરીને એટલા માટે સાચી છે કે છેલ્લાં વીસથી ત્રીસ લાખ વર્ષ દરમ્યાન માનવીના પાચનતંત્રમાં ચયાપચય-તંત્ર-મેટાબોલિઝમ)માં નહીં જેવો ફેરફાર થવા પામ્યો છે.
...એક હજાર કેલરી જેટલો શાકાહાર મેળવવા માટે ફક્ત ચાર કલાકની જ મહેનતની જરૂર પડે છે, જ્યારે એટલી જ બિનશાકાહારી જરૂરિયાતને પૂરી કરવા માટે દસ કલાકની મહેનત કરવી પડે છે...
(તા. ૭-૭-૧૯૭૯)
(૧૩) શાકાહાર અને માંસાહારઃ
એક અંગ્રેજની અનુભવવાણી શાકાહાર અને માંસાહારના ગુણ-દોષની દૃષ્ટિએ આપણી સરકારે તેમ જ પ્રજાએ જે વિચારવા અને આચરવા જેવું છે, તે માટે આ લખીએ છીએ.
નીવો ની વચ્ચે નીવનમુ એ સૂત્ર અનુસાર કોઈ પણ જીવ પોતાના જીવનનો નિર્વાહ બીજા જીવના ભોગે જ કરે છે, મતલબ કે હિંસા વગર જીવન શક્ય જ નથી. પ્રાણીની કોઈ પણ પ્રકારની ક્રિયામાં ગમે તેટલી સાવચેતી રાખવા છતાં, સૂક્ષ્મ જીવહિંસા થયા વગર રહેતી નથી; વિશ્વરચનાની આ એક તાત્ત્વિક અને અનિવાર્ય પરિસ્થિતિ છે.
આમ હોવા છતાં જીવન જીવવા માટે અનિવાર્ય લેખાતી જીવહિંસામાં પણ તર-તમતાને (ઓછા-વધતાપણાને) પૂરેપૂરો અવકાશ છે એ પણ એટલું જ સાચું છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org