________________
૧૩૮
જિનમાર્ગનું જતન સાધનામાં સૌથી છેલ્લે નામશેષ થનાર કષાય ગણાયો છે. આ લોભનો પ્રેર્યો માનવી ચોરી, ઠગબાજી અને ખૂન સુધીનાં નહીં કરવાનાં કાર્યો કરે છે.
ઈચ્છીએ કે આ કતલને અટકાવવાના શ્રી ખરોડીના પ્રયત્નો સફળ થાય, અને આ પ્રશ્ન સાથે સંકળાયેલા માનવીઓ નિર્દોષ, મૂંગાં અને માનવજાતને ઉપકારક પશુઓની આવી જંગી કલેઆમના પાપમાંથી ઊગરી જાય.
(તા. ૧૨-૧૨-૧૯૭૦ ઉપરાંત તા. ૪-૧-૧૯૭પમાંથી અંશ)
(૧૨) માનવીનો સહજ આહાર શાકાહારઃ
એક રસપ્રદ સંશોધન
જેમ શાકાહાર અને માંસાહાર વચ્ચે એક મોટી ભેદરેખા રહેલી છે, તેમ શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની કેટલીક શરીરરચનામાં પણ સહેલાઈથી દેખાઈ આવે તેવી ભેદરેખા કુદરતે જ આંકેલી છે. જેમ કે શાકાહારી પ્રાણીઓને નહોરદાર પંજા નથી હોતા, ધારદાર અણીવાળા દાંત નથી હોતા, એ પાણી જીભના લપકારથી નહીં પણ મોઢેથી પીએ છે. જ્યારે માંસાહારી પ્રાણીના પંજા નહોરદાર અને જોમથી ભરેલા હોય, છે. દાંત એવા તીણા હોય છે, કે જેથી પોતાના શિકારને ફાડી નાખી શકે છે, અને એ પાણી લપ-લપ કરીને જીભથી પીએ છે.
શરીરરચનામાં રહેલી આ ભેદરેખાની દષ્ટિએ વિચારીએ તો માનવીનો સમાવેશ શાકાહારી પ્રાણીઓમાં જ થાય; કારણ કે, ન તો. એને નહોરદાર પંજા છે, ન તીણાહિંસક દાંત છે કે ન એ જીભથી પાણી પીએ છે. આમ છતાં માનવી એવું વિલક્ષણવિચિત્ર પ્રાણી છે કે એ જેમ ઊંચામાં ઊંચી કોટીની સમતા, અહિંસા અને કરુણા-મહાકરુણા આચરી શકે છે, તેમ એ સાંભળતાં પણ અરેરાટી ઊપજે એવી ભયંકર કૂરતા ઠંડે કલેજે આચરવા જેટલો અતિવિકરાળ પણ બની શકે છે.
અંગ્રેજી દૈનિક “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તા. ૨૬-૫-૧૯૭૯ના અંકના કરંટ ટોપિક્સ' વિભાગમાં લકઝરી ડાયેટ' (વૈભવશાળી ભોજન)નામે જે નોંધ છપાઈ છે એમાં માનવીની આહાર અંગેની મૂળ પ્રકૃતિ તો શાકાહાર-તરફી જ હતી એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“કેટલાક લોકો ન તો ક્યારેય સાંભળે છે કે ન તો ક્યારેય શીખતા હોય છે. ઘણાં વર્ષ પહેલાં નોબેલ પારિતોષિકના વિજેતા લાઈનસ પોલિંગે, અમીભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org