________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૨
પ૧
જૈનોમાં દેવદ્રવ્યનો પ્રશ્ન ઘણો નાજુક અને ચર્ચા-વિચારણાથી પર માનવામાં આવે છે; જોકે દરેક ધર્મમાં દેવદ્રવ્ય અંગે આવી જ માન્યતા લગભગ પ્રવર્તતી હોય છે. તેમ છતાં તાજેતરમાં દેશની પરિસ્થિતિને લક્ષમાં લઈ દક્ષિણ ભારતનાં ખ્યાતનામ હિંદુ મંદિરો તરફથી પ૪ કિલોગ્રામ સોનું વડાપ્રધાનને ગોલ્ડબોન્ડની યોજનામાં રોકવા માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આ જોતાં જેનેસંઘો આ બાબતમાં કાંઈ કરી શકે કે કેમ તે વિચારવાનું જરૂરી બને છે.
“દેવદ્રવ્યનો પ્રશ્ન આ માટે તો ફક્ત જ્યાં દેવોને માટેના સુવર્ણ-શણગાર રાખવામાં આવતાં હોય તેટલા પૂરતો જ મર્યાદિત છે. એટલે જૈનોમાં પણ માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને જ આ પ્રશ્ન સ્પર્શે છે. દેવદ્રવ્યનો ઉપયોગ અન્ય કોઈ કાર્યમાં થઈ શકે નહિ એવી સ્પષ્ટ માન્યતા આ સમાજમાં પ્રવર્તે છે અને દેવદ્રવ્યનો ગેરઉપયોગ કરનાર કે અન્ય રીતે વાપરનાર અધોગતિને પામે છે એમ માનવામાં આવે છે. કોઈ પણ ફંડફાળા કે ટ્રસ્ટનાં નાણાંનો ઉપયોગ તે જે હેતુ માટે આપવામાં આવ્યાં હોય તે સિવાયનાં અન્ય કાર્યો માટે થવો જ ન જોઈએ એ વાત સાચી છે. પરંતુ કોઈ પણ વાતને જડપણે વળગી રહી સર્વનાશને નોતરવાને બદલે બુદ્ધિનો ઉપયોગ પણ કરવો જોઈએ.
ભારતને માથે આજે બે દુશ્મનોની નોબત વાગે છે : એક છે સામ્યવાદી ચીન અને બીજો છે પાકિસ્તાન. પહેલો ધર્મમાત્રનો જ ધ્વસ ચાહે છે, તો બીજો મઝહબના નામ ઉપર મૂર્તિ અને મંદિરોના નાશમાં જ ધર્મ માને છે. આ બંનેમાંથી એકનો પણ વિજય ભારતવર્ષની ધાર્મિક સંસ્કૃતિનો સત્યાનાશ કાઢશે એ દીવા જેવું સ્પષ્ટ દેખાય છે. આ સંજોગોમાં ભારતનાં દેવમંદિરોમાં સંઘરાયેલું સુવર્ણ સરકારને દેશનું રક્ષણ કરવામાં ઉપયોગી નીવડવું જોઈએ. નહીં તો તે નકામું અને બિનઉપયોગી જ પુરવાર થશે.
વળી ગોલ્ડબૉન્ડમાં રોકવાથી તે સોનું નાશ પામી જવાનું નથી. જે સોનાના દાગીના પડ્યા રહે છે તે ગોલ્ડબૉન્ડમાં રોકવાથી દર વર્ષે બે ટકાનો લાભ મેળવશે, એટલે તેમાં તેટલો વધારો થશે. અર્થાત્ દેવદ્રવ્યમાં અંતે વધારો થશે અને આજે કેટલીક
ગ્યાએ સોનાને બદલે પિત્તળના ઢોળ ચઢાવેલા દાગીનાઓ ગોઠવાઈ જાય છે, તેમાંથી તેની રક્ષા થશે.
ભારતના શત્રુઓ જો ફાવશે તો દેવની જ હસ્તિ રહેશે નહીં. પછી દેવદ્રવ્ય કયાંથી રહેવાનું છે? આ પ્રશ્ન વિચારીને જ જૈન મંદિરોના અધિકારીઓએ ભગવાનના નામ ઉપર ભેગા કરેલાં સુવર્ણનાં ભૂષણો વર્તમાન સંજોગમાં દેશને ચરણે ધરવા માટે બહાર આવવું જોઈએ. જૈનધર્મ પરિગ્રહના ત્યાગમાં માને છે. સર્વને ત્યાગનો ઉપદેશ જૈન સાધુઓ આપે છે, તો આ ત્યાગની શરૂઆત દેવસ્થાનોથી થાય તો તે વધુ શોભાસ્પદ નીવડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org