SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી એ બાબત ઉપર આટલો બધો ભાર આપે છે અને વારંવાર એ વાતનું ઉચ્ચારણ કરતા રહે છે. પણ, જૈનોને માટે એક ટંક અન્નનો અથવા તો દરેક પ્રકારના ભોજનનો ત્યાગ એ કંઈ નવાઈની કે કંઈક મોટો ત્યાગ કર્યાની વાત નથી. એટલે જૈન ભાઈ-બહેનોને પ્રેરણા આપીને કે એ દિશાની પ્રતિજ્ઞા લેવડાવીને આપણે, આપણા ગુરુઓ કે આપણી સંસ્થાઓ સંતુષ્ટ બની જઈએ કે ફુલાઈ જઈએ એ બરાબર નથી. આ ઉપરાંત આપણે સંરક્ષણનિધિને છલકાવી દેવામાં, સરકારને સોનું ભેટ કે ઉછીનું આપવામાં તેમ જ બીજી રીતે પણ આપણો અદનો છતાં નોંધપાત્ર ફાળો અવશ્ય આપી શકીએ એમ છીએ. ૫૦ ગુરુવર્ગનું સમાજ ઉ૫૨ જે વર્ચસ્વ છે એ જોતાં તેઓ આ બાબતમાં ખૂબ પ્રેરણા આપી શકે. જનપદો અને રાજાધિપોની શાંતિ માટે પ્રાર્થના કરનાર આપણા ગુરુઓ આ બાબતમાં ઉદાસીન, તટસ્થ કે મૌન રહેશે તો એમણે પોતાની ફરજની જ ઉપેક્ષા સેવી લેખાશે. યુદ્ધનો સામનો યુદ્ધથી કરવા માટે અનેક બળોની જરૂર પડે; તેમાં ય બુદ્ધિબળ અને નૈતિક બળ ઉપરાંત સૈન્યબળ અને અર્થબળ ઘણું મોટું જોઈએ. સૈન્યબળ માટે ભલે આપણાથી ખાસ વિશેષ કાર્ય ન થઈ શકે, પણ અર્થબળને વધારવામાં તો આપણે કે આપણી સંસ્થાઓ ચોક્કસ ઉપયોગી થઈ શકીએ. આજે તો એકેએક પ્રજાજને અને એકેએક સંસ્થાએ આ સૂત્રને અપનાવવું ઘટે : ‘સોનું અને સંપત્તિ દેશ કાજે” – ભલે પછી એ માતૃભૂમિને ચરણે ભેટરૂપે સમર્પિત થાય કે પોતાની થાપણ તરીકે ઉછીનું આપવામાં આવે. આ રીતે જૈનસંઘ દેશના અર્થબળને વધારવામાં આગળ રહે એવી દેશ આપણી પાસે અપેક્ષા રાખે છે. આ અપેક્ષાને પૂરી કરવામાં આપણી ધાર્મિક કે ધર્માદા સંસ્થાઓનાં નાણાં કે સોનું ઉપયોગી થઈ શકે કે કેમ એ સવાલ સહેજે ઊભો થાય છે; અને એનો જવાબ આપવાનું આપણે ટાળી શકીએ નહીં એવી કારમી કટોકટી દેશમાં ઊભી થઈ છે. આજે કદાચ આપણે એ પ્રશ્નને ટાળવાની કોશિશ કરીશું તો આવતી કાલે પણ એ સવાલ વધારે વેગપૂર્વક આપણી સામે આવી પડશે. એટલે શાણપણ અને દૂરંદેશી તો એ જ ગણાય કે આપણા ગુરુવર્યો અત્યારથી જ આ બાબતનો જરૂરી વિચારવિનિમય કરીને એ અંગે ઘટતો વ્યવહારુ નિર્ણય કરી લે. આ બાબતમાં ‘મુંબઈ સમાચાર' દૈનિકના તા. ૨૬-૧૧-૧૯૬૫ના અંકમાં એના ‘યજિનેન્દ્ર’ વિભાગના લેખક ભાઈશ્રી ધર્મપ્રિયે’, ‘દેવદ્રવ્ય અને ગોલ્ડબૉન્ડ' એ નામની નોંધમાં કેટલાક વિચારો વ્યક્ત કર્યા છે, તે ધ્યાન આપવા જેવા હોવાથી અહીં પૂરેપૂરા ઉદ્ધૃત કરીએ છીએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy