SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૨ ૪૯ છે. આ ઉપરાંત ભાવનગરમાં ઉપાધ્યાયજીએ તેમ જ જૈનધર્મના જુદા-જુદા ફિરકાઓ ને સંઘોએ એક ટંક અન્નત્યાગની વાતની અનુમોદના કરી છે. સ્થાનકવાસી કૉન્ફરન્સના પ્રમુખ આગરા-નિવાસી શ્રી અચલસિંહજી જૈને રાષ્ટ્રીય કટોકટીના સમયમાં પોતે આ પ્રમાણે કાર્યો કરવાની જાહેરાત કરી છે : (૧) રોજ એક ટંકનું ભોજન છોડી દેવું, (૨) દર મહિને નિયમિતપણે બે ઉપવાસ કરવા, (૩) ઘરમાં પાણી અને વીજળીનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો, (૪) નવેમ્બર માસથી દર મહિને લોકસભાના વેતનમાંથી રૂ. ૧૦૦/- સંરક્ષણ-ફંડમાં આપવા, (૫) ઉપરાંત રૂ. ૨૧૦૦/- સંરક્ષણફંડમાં આપવા. (૬) ફાળો ઉઘરાવીને, બીજા કાર્યક્રમો દ્વારા, મેળામાંથી હરીફાઈ વગેરે દ્વારા સંરક્ષણફડમાં એક લાખ રૂપિયા ભેગા કરી આપવા, (૭) આગરાના નિવાસ દરમ્યાન રોજ છ કલાક લોકસંપર્કમાં વિતાવવા, જેથી લોકો સંરક્ષણફંડમાં ફાળો આપે, નૈતિક હિંમત કેળવે અને દેશભક્તિ અને શાંતિની ભાવના માટે ઉત્સાહિત થાય. ઔરંગાબાદમાં તેરાપંથી મુનિશ્રી જશકરણજીની પ્રેરણાથી ત્યાંના જૈનોએ અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવાનો અને કેટલાક લોકોએ એક વર્ષ સુધી મહિનામાં બે ઉપવાસ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જેને સંરક્ષણફંડમાં પોતાનો ફાળો આપવા ઉપરાંત પાકિસ્તાન સામેના યુદ્ધમાં વીરગતિને પામેલા સૈનિકોનાં ૫૦ બાળકોના શિક્ષણની આર્થિક જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય સંરક્ષણના મહાભારત-કાર્યમાં પોતાનો અદનો ફાળો આપવા જેન સમાજે તત્પરતા દેખાડી જે તૈયારી કરી છે તેથી આપણે રાજી થઈએ એ સ્વાભાવિક છે. જૈનસંઘ વિશેષ શું કરી શકે ? ખૂબ ગંભીર રાષ્ટ્રીય કટોકટીની સામે દેશનું રક્ષણ કરવા માટે અને દેશને ટકાવી રાખવા માટે અત્યારે જે કંઈ કરવાની જરૂર ઊભી થઈ છે, તેના પ્રમાણમાં જૈન સમાજનો ફાળો પાશેરામાં પહેલી પૂણી કરતાં ય ઘણો ઓછો હોય, એ જેનોનું સંખ્યાબળ જોતાં, બહુ અસ્વાભાવિક ન કહી શકાય. પણ અમારા નમ્ર મત પ્રમાણે, અત્યાર સુધીમાં આ મહાન સંકટનો સામનો કરવા માટે જૈન સમાજ – જૈનોના બધા ફિરકાઓ – તરફથી જે-જે કાર્યો કરવાની જાહેરાત કરવામાં આવી છે, તે એની શક્તિના પ્રમાણમાં અચૂક ઓછાં છે. એટલે જૈન સમાજે પોતાની દેશદાઝ અને દેશભક્તિની લાગણીને ચરિતાર્થ કરવા પોતાનો ફાળો આથી પણ અનેકગણો વધારે આપવો જોઈએ. એક ટંકના અન્નત્યાગથી દેશની અન–ોકટીને પહોંચી વળવામાં સારી એવી સરળતા થઈ પડે એમ છે; એમ હોવાથી જ આપણા વિચક્ષણ અને સમયપારખુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy