________________
જિનમાર્ગનું જતન
આમાં આપણે શું કરવું ઘટે એ અંગે ભાઈશ્રી ધર્મપ્રિયે પોતાની લાગણી વ્યક્ત કરવાની સાથે બીજાઓના મનના વલણનો પણ પડઘો પાડ્યો છે. આમ છતાં, આમાં શું કરવું એનો નિર્ણય અમે પોતે આપવાને બદલે આપણા ગુરુમહારાજો જ આપે એમ ઇચ્છીએ છીએ.
૫૨
(તા. ૨૭-૧૧-૧૯૬૫ તથા તા. ૪-૧૨-૧૯૬૫)
(૧૩) વર્તમાનમાં જૈનધર્મની પ્રતિષ્ઠા ઘટાડતી આંતરિક ખામીઓ
ગયા સપ્ટેમ્બર મહિનાની ૨૫-૨૬મી તારીખોએ દિલ્હીમાં ઑલ ઇન્ડિયા મહાવીરયન્તી કમિટી તરફથી જૈનોના બધા ફિરકાના વિદ્વાનો અને વિચારકોનું એક નાનું-સરખું સમ્મેલન બોલાવવામાં આવ્યું હતું, તેમાં હાજર રહેવાની મને તક મળી હતી. આ પ્રસંગે જુદા-જુદા વિદ્વાનો અને વિચારકોએ જૈનધર્મ અને જૈનસંસ્કૃતિ સંબંધી જે વિચારો રજૂ કર્યા, તેમાં કેટલીક બાબતો એવી પણ હતી કે જે બધાયને એકસરખી રીતે કેવળ વિચાર કરવા જેવી જ નહીં, પણ મનમાં ખટકતી પણ લાગી હતી. જૈનસંઘની વિચારણા માટે સૌને એકસરખી રીતે ખટકતી આવી કેટલીક બાબતો અહીં રજૂ કરવી ઉચિત ધારી છે :
પરિચયગ્રંથનો અભાવ – જૈન સાહિત્યમાં શાસ્ત્રીય તેમ જ બીજા ગ્રંથોની કોઈ કમી નથી. આવા બધા ગ્રંથોની સંખ્યા બહુ મોટી છે. વળી કેવળ સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓમાં જ નહીં, પણ ગુજરાતી, હિન્દી, રાજસ્થાની અને કન્નડ જેવી લોકભાષાઓમાં પણ આપણે ત્યાં પુષ્કળ ગ્રંથો છે. આવા બધા પ્રાચીન-અર્વાચીન ગ્રંથો આપણે દર વર્ષે સેંકડોની સંખ્યામાં છપાવીએ છીએ અને તેની પાછળ લાખો રૂપિયાનું ખર્ચ પણ કરીએ છીએ. ઉપરાંત નવા-નવા ગ્રંથો પણ રચવાનું કામ ચાલુ જ છે. આમ છતાં જૈનેત૨ જિજ્ઞાસુને જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનો તેમ જ જૈનધર્મના ઉપદેશોનો બરાબર ખ્યાલ આવી શકે એવો એક પણ ગ્રંથ આપણી પાસે છે નહીં. એ ખામી વહેલામાં વહેલી તકે દૂર કરવાની જરૂર છે.
તાત્ત્વિક મતભેદો ન હોવા છતાં પરસ્પર વિરોધ – જૈનધર્મમાં જુદાજુદા ફિરકાઓ અને તેમાં ય અનેક ગચ્છો હોવા છતાં તેમાં તાત્ત્વિક એટલે કે મૂળ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ કશો જ મતભેદ નથી. મૂળ બે તત્ત્વો જીવ અને અજીવ અને તેના ભેદ-પ્રભેદરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org