________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો ઃ ૧૩
૫૩ નવ તત્ત્વો કે છ દ્રવ્યો, કર્મોનું સ્વરૂપ, ઈશ્વરસંબંધી માન્યતા, જીવોનું સ્વરૂપ, દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવરૂપ ચાર નિક્ષેપો, નવ-પ્રમાણ-અનેકાન્તવાદ, વસ્તુનું ઉત્પાદ-વ્યયધ્રોવ્યાત્મક સ્વરૂપ – જેવાં તત્ત્વો બધા ય ફિરકાઓમાં એકસરખાં સ્વીકારવામાં આવ્યાં છે, છતાં ફિરકાઓ મુખ્યત્વે ક્રિયાકાંડની ભૂમિકાને આધારે એકબીજાથી એવા તો જુદા. પડી ગયા અને આ ક્રિયાકાંડને આધારે જ એકબીજાનું એવું તો ખંડન કરવા લાગ્યા - જાણે એકબીજાના શત્રુ જ હોય! પણ હવે વખત એવો આવ્યો છે કે આવો ઉપરછલ્લો ભેદ ન ગણકારતાં અંદરની તાત્ત્વિક એકતાનો વિચાર કરીને બધાએ એક બનવું જોઈએ.
વ્યવહારશુદ્ધિની ખામી – જતે દહાડે જૈનધર્મ મુખ્યત્વે વેપારીવર્ગનો જ ધર્મ બની જવાને કારણે એમાંથી ચાઈiાનવિમવ: (ન્યાયી વૈભવ) ની ભાવના ઓછી થઈ ગઈ; પરિણામે જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ બંને જોખમાયાં, અને આજે તો કાળાબજારિયા તરીકે પણ જૈનોની ઠીક-ઠીક નિંદા થઈ રહી છે. આથી જૈનધર્મનું તેજ હણાઈ રહ્યું છે અને જેનોની અસર ન તો રાજ્યકર્તાવર્ગ ઉપર, ન તો આમજનતા ઉપર સારી પડે છે.
માનવીની ઉપેક્ષા – આપણે ત્યાં ધીમે-ધીમે અહિંસાનો વિકાસ એવો એકતરફી થવા લાગ્યો, કે પ્રાણીસૃષ્ટિને બચાવવાનો અને એની દયાનો વિચાર કરતાં-કરતાં આપણે છેક વનસ્પતિ અને એનાથી ય ઝીણામાં ઝીણા જીવનો વિચાર કરવા લાગ્યા; પણ બીજી બાજુ માણસજાત પ્રત્યે આપણી ઉપેક્ષા દિવસે-દિવસે વધતી ગઈ. પણ માણસજાત પ્રત્યે ઉપેક્ષાભાવ સેવનાર અહિંસાનો ખરો વિકાસ ન સાધી શકે.
મહાવીરજયંતીની રજા - ઓલ ઇન્ડિયા મહાવીર જયંતી કમિટિની રચના, આપણી વડી સરકાર ભગવાન મહાવીરના જન્મદિવસને જાહેર રજા તરીકે સ્વીકારે એ માટે પ્રયત્ન કરવાના ઉદ્દેશથી થઈ હતી. એ સંસ્થા લોકસભા અને રાજ્યસભાના જૈન સભ્યો, જેને પ્રધાનો અને બીજા લાગવગ ધરાવતા જૈન આગેવાનોની બનેલી છે. તેઓએ આ માટે અનેક રીતે પ્રયત્ન કરવા છતાં જ્યારે તેમને કામિયાબી ન મળી ત્યારે કંઈક અંતર્નિરીક્ષણ કરવાની એમને વૃત્તિ જાગી. કોઠીમાં પાણી ભર્યા જ કરીએ, અને છતાં કોઠી ખાલી થઈ જાય તો પછી એના તળિયાનું છિદ્ર શોધવા તરફ માણસ પ્રેરાય એવું જ આમાં બન્યું. સમેલન વખતે આ અંગે જે વિચારો વ્યક્ત થયા તેને બે રીતે વર્ણવી શકાય. એક તો, બધા જૈનો પોતે જ મહાવીરજયંતી એક નક્કી દિવસે ન પાળતા હોય તો સરકારને કે બીજાને એ માટે ભારપૂર્વક કેમ કહી શકાય? આ તો સામાન્ય વાત થઈ. પણ બીજી ખાસ વિચારવા જેવી વાત તો એ હતી કે એક બાજુ આવી રજાની માગણી કરતી વખતે આપણે ભ. મહાવીરને અહિંસાના પૈગંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org