________________
૧૨૦
જિનમાર્ગનું જતન
(૬) હિંસાનિવારણ માટે લોકમત
દેવનારનું કતલખાનું)
આપણે ત્યાં એક પુરાણકથા પ્રચલિત છે કે કુંભકર્ણે તપ તો કર્યું હતું ઇંદ્રાસન મેળવવા માટે, પણ બાપડો વરદાન માગતી વખતે ઘેનમાં ને ઘેનમાં માગી બેઠો નિદ્રાસન ! પરિણામે એના નસીબમાં ઇંદ્રનો વૈભવ માણવાને બદલે આળસુની માફક ઘોર્યા કરવાનું જ બાકી રહ્યું! આપણા દેશના સ્વરાજ્યનું પણ કંઈક આવું જ થયું લાગે છે. સ્વરાજ્ય-સંગ્રામના સેનાપતિ મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય-પ્રાપ્તિનો હેતુ તો આપણને આપ્યો હતો દેશમાં સર્વોદયની સ્થાપનાનો. પણ સ્વરાજ્ય આવ્યું-ન-આવ્યું કે તરત જ એ હેતુ સ્વાર્થોદયમાં પલટાઈ ગયો. પરિણામે, દેશના પાયાનો નક્કર વિકાસ થવો તો દૂર રહ્યો; ઊલટું, નીતિ-સદાચાર-પ્રામાણિકતા જેવા વિકાસની પ્રાથમિક જરૂરિયાતરૂપ સદ્દગુણો જ દોહ્યલા બનવા લાગ્યા; પછી સત્ય-અહિંસા માટે તો પૂછવું જ શું? પૈસો મેળવવા માટે – ખાસ કરીને વિદેશી હૂંડિયામણ રળવા માટે – આપણા દેશની સરકારને પશુહિંસા એટલે કે પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાની હદે જવું પડ્યું!
પ્રાણીઓની કતલનું (કે માછલાંઓના નાશનું) આવું કામ સરકારી રાહે થાય, અને જાણે દેશના ભલા માટે કોઈ મોટો ઉદ્યોગ શરૂ કરવો કે ચલાવવો હોય એ ઢબે સરકાર એ કામમાં ઝંપલાવે એ વાત બીજા દેશોમાં ગમે તેવી લેખાતી હોય, પણ આપણા દેશની પ્રજાની તાસીર સાથે એ કોઈ રીતે મેળ ખાય એવી છે જ નહીં. પણ અત્યારે આપણી સરકારની નાણાભૂખ વડવાનળ જેમ એવી તો ઉગ્ર બની છે, કે દેશનો કારોબાર લોકશાહી ઢબે ચલાવવાની એની પ્રતિજ્ઞા હોવા છતાં દેશની જનતાની જીવદયાની આવી લાગણીને એ ઠુકરાવતી જ રહે છે. આવી સ્થિતિમાં દેશની પ્રજાને માટે પોતાની લાગણીની સરકાર ઉપેક્ષા ન કરી શકે એ માટે એકમાત્ર રાજમાર્ગ લોકમતને વધારે પ્રબળ બનાવવા અને વધારે બુલંદ સ્વરે પોતાની લાગણી રાજકારણી પુરુષોના કાને પહોંચતી કરવી એ જ છે.
વળી દેશ માટે પૈસા રળવાના આવા ગોઝારા માર્ગ સરકારી રાહે લેવામાં આવતા હોય કે પ્રજાકીય વ્યક્તિગત) રાહે અજમાવવામાં આવતા હોય, તો પણ એ પાપકર્મનો દોષ આખી પ્રજાનો દોષ બની રહે છે. એટલે સરકારી કે બિનસરકારી રાહે, જ્યાં પણ દેશના ભલાને નામે આવો પાપી વ્યવસાય સ્થપાતો કે પાંગરતો હોય, ત્યાં એવા દોષનો બૂરો અંજામ સમજી શકતા લોકોએ એની સામે શાંત છતાં મક્કમપણે પોતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org