SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૪, ૫ એમ કરીએ તો જ ધર્મની ભાવનાને અને ધર્મના વા૨સાને આપણે ચરિતાર્થ કરી શકીએ, આપણો જીવદયાપ્રેમ પણ આ રીતે જ સાચો પાડી શકીએ. અમે જૈનસંઘનું અને ખાસ કરીને આપણા મુનિવરોનું ઉપરના નિવેદન પ્રત્યે ધ્યાન દોરીએ છીએ, અને એમાં સક્રિય રસ લઈ એ સંબંધી યોગ્ય સલાહ-સૂચનો બતાવેલ સરનામે મોકલતાં રહી, જીવદયાની આ શુભ પ્રવૃત્તિઓમાં પોતાનો પૂરેપૂરો સાથ અને સહકાર આપવાની ભલામણ કરીએ છીએ. ૧૧૯ (૫) બર્મામાં પશુ-કતલ ઉપર પ્રતિબંધ મુંબઈની જીવદયા-મંડળીના માસિક મુખપત્ર ‘જીવદયા’ના મે ૧૯૬૦ના અંકમાં બર્માની સરકારે પશુઓની કતલ ઉપર મૂકેલ પ્રતિબંધના પ્રગટ થયેલા નીચેના સમાચાર વાંચીને સૌ કોઈ અહિંસા અને જીવદયાના પ્રેમીઓને આનંદ થશે : (તા. ૬-૧૨-૧૯૫૨) “બમાં રાજ્ય સ્વતંત્ર થયા પછી તેમણે પ્રથમ ઉપયોગી જાનવરોની કતલ બંધ કરી હતી. પાંચ વર્ષના અનુભવ પછી તેમને ખાતરી થઈ કે માત્ર ઉપયોગી જાનવરોની કતલ ૫૨ પ્રતિબંધ મૂકવાથી ઉપયોગી જાનવરો પણ બચી શકયાં નથી, તેથી તેમણે પ્રથમ પાંચ વર્ષ સુધી ગાયો, બળદો વગેરે તમામ જાનવરોની કતલ સદંતર બંધ કરી હતી. “ત્યાર બાદ પ્રધાનમંડળમાં ફેરફાર થતાં નવા પ્રધાનમંડળે તે પ્રતિબંધ ૨૬ કરેલો. તાજેતરમાં નવી ચૂંટણી થતાં ફરીથી નવું પ્રધાનમંડળ રચાતાં તેમણે પશુધનની કતલ સદંતર બંધ કરી છે તે અભિનંદનીય છે. તેમણે ખેતીના વિકાસ, દૂધનું ઉત્પાદન અને તેવાં આર્થિક કારણોસર પશુધનની કતલ બંધ રાખી છે; જ્યારે ભારતમાં, ગોવધ એ પાપ મનાતું હોવા છતાં, ત્યાં સરકાર નવાં યાંત્રિક કતલખાનાં શરૂ ક૨વાનો નિર્ણય કરે એ શોચનીય છે. Jain Education International “આશા છે કે ભારત સરકાર આ બાબતનું પક્ષપાતી વલણ છોડીને ભારતની જનતાની માંગ અને પશુધનના રક્ષણની આવશ્યકતાને સ્વીકારી પશુવધ સદંતર બંધ ક૨શે.’’ બર્માની સરકારના આ નિર્ણયનો આપણી મધ્યસ્થ સરકાર અને પ્રાદેશિક સરકારોએ પણ વિચાર કરવો ઘટે છે. પ્રાણીવધ મારફત સરકાર પૈસા રળે કે પરદેશી હૂંડિયામણ મેળવે, અથવા સરકાર પોતે એને ઉત્તેજન આપે એ વાત ભારતના પ્રાણરૂપ સંસ્કારો સાથે કોઈ રીતે બંધ બેસતી નથી. એટલે એ માર્ગનો ત્યાગ કરવામાં જ આપણી સરકારોની શોભા છે. For Private & Personal Use Only (તા. ૨૩-૭-૧૯૬૦) www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy