________________
'
૧૨
સામાજિક સુધારો અને વિકાસ
(૧) દહેજ-પ્રતિબંધક ધારો
જેમ ઘણાં વર્ષો પહેલાં શ્રી હરબિલાસ શારદાના સતત પ્રયત્નથી, તે વખતની લોકસભાએ પસાર કરેલ ‘શારદાબિલ' એટલે કે બાવિવાહ-પ્રતિબંધક ધારો ભારતવર્ષના સામાજિક સુધારાના ઇતિહાસમાં એક અગત્યના સીમાચિહ્નરૂપ બની રહ્યો છે, તેમ તાજેતરમાં જ (૧૦ મી મે ૧૯૬૧ના દિવસે) લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકે પસાર કરેલ દહેજ-પ્રતિબંધક ધારો (ડાવરી પ્રોહિબિશન બિલ) એ પણ ભારતવર્ષની સામાજિક પ્રગતિના ઇતિહાસમાં એક અગત્યના સીમાચિહ્નરૂપ બની રહેશે એમાં શક નથી. આ રીતે જોતાં એ ૧૦મી મેનો દિવસ નારીપ્રતિષ્ઠાના અને નારીઉત્થાનના ઇતિહાસમાં હંમેશને માટે યાદગાર બની રહેશે.
Jain Education International
અલબત્ત, દેશમાં પ્રવર્તતતા અને પળે-પળે દેશની પ્રગતિની આડે આવતા દહેજ કે એના જેવા કુરિવાજોનું ભયંકર અનિષ્ટ માત્ર આવા કાયદા ઘડવાથી જ દૂર થઈ જશે એમ માની લેવાની જરૂર નથી; મોટા ભાગના વિચારકો અને સુધારકો એવી ખોટી આશામાં રાચતા પણ નથી. આમ છતાં આવાં સામાજિક અનિષ્ટો કેવળ આપસઆપસની સમજૂતી કે ચર્ચાવિચારણાથી કે એની સામેની થોડીક જેહાદથી અથવા તો અમુક માણસોના વિરોધથી દૂર થઈ જશે એમ માની લેવું એ પણ બરાબર નથી. એ માટે તો જેમ અંદરની પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ, તેમ બહારની પૂરતી સહાય પણ જોઈએઃ એ બંનેનો મેળ થાય ત્યારે જ આવા સામાજિક સુધારાની દિશામાં આગળ વધી શકાય.
આપણી સરકારે ઘડેલ દહેજ-પ્રતિબંધક ધારાનું મહત્ત્વ બે રીતે વિચારવું જોઈએ એમ અમને લાગે છે ઃ એનું પહેલું અને મુખ્ય મહત્ત્વ તો એ છે કે જે સમાજ અને દેશના હિતચિંતકો આવી હાનિકારક પ્રથાની સામે થઈને એનાં મૂળ ઉખેડી નાખવા માગતા હોય, એમના એ સત્પ્રયત્નના માર્ગમાં આવતા અવરોધોને આ ધારો દૂર કરે છે, અને એવા સામાજિક સુધારકોને જરૂર પડ્યે સરકાર તરફથી પૂરેપૂરી સહાય મળી રહેશે એની ખાતરી આપે છે. સજાની ભીતિ અને સત્તાના પીઠબળ વગર પ્રત્યાઘાતી
For Private & Personal Use Only
www.jainelibrary.org