________________
સામાજિક સુધારો અને વિકાસ : ૧
૩૧ અને પ્રગતિવિરોધી બળો આવા પ્રયત્નોમાં ડગલે ને પગલે અનેક જાતનાં વિઘ્નો ઊભાં કરે છે અને સુધારાનો અમલ થતો કોઈ ને કોઈ રીતે અટકાવે જ છે.
આ ધારાનું બીજું મહત્ત્વ એ છે, કે એ ધારો સંપૂર્ણ લોકશાહી પદ્ધતિએ ઘડાયેલો હોવાથી, એક રીતે એ લોકમાનસનો જ પડઘો કે પ્રતિબિંબ પાડે છે. જો લોકમત આવા ધારાની તરફેણ કરતો ન હોય તો આવો ધારો લોકશાહી શાસન-પદ્ધતિમાં ઘડાઈ જ ન શકે. એટલે એમ કહેવું જોઈએ કે સમાજના અભ્યદયને ખાતર અને ખાસ કરીને નારીજીવનની પ્રતિષ્ઠા વધારવાને ખાતર, સામાન્ય જનસમૂહને દાયકાઓથી એમ લાગ્યા જ કરતું હતું કે કરિયાવરની, પૈઠણની કે તેથી ઊલટું કન્યા આપવા માટે વરપક્ષ પાસેથી લેવામાં આવતા પૈસાની (કન્યાવિક્રયની) પ્રથા ઉપર પ્રતિબંધ મુકવો જ જોઈએ. લોકસભામાં પસાર કરેલો આ ધારો એ દાયકાઓ જૂની સામાન્ય જનસમૂહની આ. ઇચ્છા અને ઝંખનાનું જ ફળ છે એમ કહેવું જોઈએ. અને તેથી આવો લોકોપયોગી ધારો ઘડવા માટે લોકસભા અને રાજ્યસભાને તેમ જ આપણી મધ્યસ્થ સરકારને હાર્દિક ધન્યવાદ ઘટે છે.
આ ધારામાં આમ તો કન્યાપક્ષ પાસેથી તેમ જ વરપક્ષ પાસેથી એમ બંનેમાંથી કોઈ પણ પક્ષ પાસેથી માગવામાં અને લેવામાં આવતા પૈસા કે કરિયાવરનો નિષેધ કરીને એને સજાપાત્ર ગુનો ગણવામાં આવેલ છે, તેમ છતાં કરિયાવર કે દહેજનો વધારે સંબંધ કન્યા અને કન્યાપક્ષ સાથે જ છે. એટલે કે ઘણે મોટે ભાગે કન્યાપક્ષે જ વરપક્ષને પૈસાથી કે એવી બીજી કીમતી વસ્તુઓથી રાજી કરવાનો રહે છે એ વગર કહ્યું સમજાય એવી દીવા જેવી ચોખ્ખી હકીકત છે, અને તેથી જ આપણા દેશમાં દીકરીના જન્મને અનિષ્ટરૂપ લેખવામાં આવે છે અને એકંદરે નારીજીવન હલકું – પ્રતિષ્ઠાવિહોણું લેખાયું છે. પોતાનાં સાધારણ સ્થિતિનાં કે ગરીબ માતા-પિતા વરપક્ષને સંતોષવા માટે પોતાના લગ્ન નિમિત્તે હજારોનો કરિયાવર ક્યાંથી કેવી રીતે આપી શકશે એ વિચારથી મૂંઝાઈને કેટલીય લાગણીપ્રધાન અને વિચારશીલ કન્યાઓ ત્યાગનો માર્ગ સ્વીકારી લે છે, અને કોઈક-કોઈક તો આપઘાતનો માર્ગ પણ અપનાવી લેતાં અચકાતી નથી છે - આ છે આ દહેજપ્રથાનો ભયંકર અભિશાપ ! જે દેશમાં પળેપળે આવા અભિશાપનો અગ્નિ પ્રજવલતો જ રહેતો હોય, એ દેશમાં સમતોલ, સ્વસ્થ અને સુખી સામાજિક જીવનની આશા જ કેમ કરી રાખી શકાય? અને એ દેશ એક ચેતનવંત રાષ્ટ્ર કેવી રીતે બની શકે?
દહેજપ્રથાના અનિષ્ટનો અનુભવ સામાન્ય સ્થિતિનાં કે ગરીબ માતા-પિતાને તો પળ-પળે થતો જ રહે છે, પણ કળણમાં ફસાયેલો માનવી જેમ સહેલાઈથી બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org