________________
તીર્થરક્ષા અને તીર્થસેવનઃ ૩, ૪
૨૮૭
સાવચેત રહેવા સૂચવ્યું છે તે બિલકુલ સાચું છે. એમણે તો દેરાસરમાંની જૂની વસ્તુઓ ઓછા મૂલ્ય તો ન જ વેચાય એ માટેની જ ચેતવણી આપી છે; પણ ખરી રીતે તો ઇતિહાસ, સંસ્કૃતિ કે કળાની દૃષ્ટિએ જે જૂની ચીજો મૂલ્યવાન હોય, તે કોઈ પણ મૂલ્ય વેચી નહીં નાખતાં એ સાચવી રાખવાની જરૂર છે, અને એ ત્યારે જ બની શકે કે જ્યારે આપણે જૂની વસ્તુઓનું મૂલ્ય કરવાની દૃષ્ટિ કેળવીએ.
(તા. ૭-૬-૧૯૬૯)
(૪) કાંગડા-તીર્થનો પુનરુદ્ધાર:
ધીર ભક્તિની વિજયગાથા
સમસ્ત જૈનસંઘને આહ્વાદ અને ગૌરવની લાગણીનો અનુભવ કરાવે એવા એક સમાચારની નોંધ લેતાં અમે ખુશાલી અને ગૌરવ અનુભવીએ છીએ.
અવિરત અને નિષ્ઠાભર્યા પ્રયત્નો ધીરજથી અને ખંતપૂર્વક ચાલુ રાખવામાં આવે, તો એથી કેવી ન કલ્પી શકાય એવી અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એની પ્રેરકકથા આ સમાચાર સંભળાવી જાય છે.
ઉત્તર ભારતનું એક પ્રાચીન તીર્થ. એક કાળે એ ખૂબ જાહોજલાલ હતું, અનેક સાધુ-મુનિરાજો, સાધ્વીજી મહારાજો તથા નાના-મોટા યાત્રાસંઘો એની યાત્રાએ જતાં. એ કાંગડા તીર્થ, નગરકોટ કાંગડાના ટેકરીવાળા કિલ્લા ઉપર એ તીર્થ વસેલું છે. એના મૂળનાયક ભગવાન ઋષભદેવ. આ તીર્થની કથા પૌરાણિક તથા ઐતિહાસિક બંને કાળને સ્પર્શે છે. પૌરાણિક સમયની વાત કરીએ તો એ છેક પાંડવોના સમયને સ્પર્શી છે. એ કથા અનુસાર પાંડવોના સમયમાં કટોચ વંશના સુશર્મચંદ્ર રાજાએ એની સ્થાપના કરીને એમાં ભગવાન નેમિનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. ઐતિહાસિક આધાર પ્રમાણે, સાહિત્યિક પુરાવાને આધારે, આ તીર્થ સાડા પાંચસો વર્ષ જેટલું તો ખરી રીતે એના કરતાં પણ વધુ) પ્રાચીન પુરવાર થાય જ છે; કારણ કે વિ. સં. ૧૪૮૪માં રચાયેલ “વિજ્ઞપ્તિત્રિવેણી' નામે એક કૃતિમાં આ તીર્થનો ઉલ્લેખ મળે છે. એમાં મૂળનાયક તરીકે ભગવાન ઋષભદેવની વિશાળ પ્રતિમા બિરાજે છે. જે સ્થાનમાં આ તીર્થ આવેલું છે, ત્યાં જૈનોનો વસવાટ હશે જ એ કહેવાની જરૂર નથી. પણ, કાળક્રમે, કોણ જાણે કયા કારણે, આ સ્થાનને સમયના વારાફેરા કે ઘસારા એવા સ્પર્શી ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org