________________
૨૮૮
જિનમાર્ગનું જતન કે એ સ્થાનમાંથી જૈનોની વસ્તી ખલાસ થઈ ગઈ, અને એ તીર્થ પણ સાવ ભુલાઈ ગયું, પરિણામે એ સાવ જીર્ણશીર્ણ બની ગયું.
- પણ, જાણે આ તીર્થના ફરી પ્રગટ થવાનો, એના જીર્ણોદ્ધારનો તથા એની યાત્રા પુનઃ ચાલુ થવાનો કાળ પાકી ગયો હોય એમ, આપણા વિખ્યાત પુરાતત્ત્વાચાર્ય પદ્મશ્રી
સ્વ. મુનિશ્રી જિનવિજયજીને છએક દાયકા કરતાં વધુ સમય પહેલાં, પાટણના કોઈક હસ્તલિખિત ભંડારમાંથી ખરતરગચ્છના શ્રી જયસાગર ગણીએ વિ. સં. ૧૪૮૪માં રચેલ, ‘વિજ્ઞપ્તિ ત્રિવેણી' કૃતિની હસ્તપ્રત મળી આવી. ઐતિહાસિક પર્યાલોચન સાથે એ કૃતિનું સંપાદન શ્રી જિનવિજયજીએ કર્યું હતું, અને એનું પ્રકાશન બાસઠ વર્ષ પહેલાં ભાવનગરની સુપ્રસિદ્ધ શ્રી જૈન આત્માનંદ સભાએ કર્યું હતું. આ કૃતિમાંથી જે કંઈ ઐતિહાસિક સામગ્રી કે માહિતી સાંપડે છે, એમાં જૈનસંઘમાં સાવ અજ્ઞાત બની ગયેલી કાંગડા તીર્થ સંબંધી વિગતોનો પણ સમાવેશ થાય છે. એ મુજબ એક કાળે ઉત્તર ભારતનું આ તીર્થ ખૂબ જાણીતું અને પ્રભાવશાળી હતું.
કાળના પ્રભાવે જીર્ણ-શીર્ણ બની ગયેલ અને જૈન સંઘમાં ભુલાઈ ગયેલ આ તીર્થ સંબંધમાં આવકારપાત્ર વાત એ બની, કે ભારત-સરકારના પુરાતત્ત્વ-ખાતાએ એક રક્ષિત ઇમારત તરીકે આ પ્રાચીન ધ્વસ્ત તીર્થને આશ્રય આપીને એના ઉપર પોતાનો કબજો કરી લીધો; અને એની સાચવણી માટે ઘટતી, શકય વ્યવસ્થા પણ કરી. જો સરકારના પુરાતત્ત્વ-ખાતાએ આ સ્થાનની આટલી સાચવણી કરી ન હોત, તો એ જીર્ણ સ્થાન વધુ જીર્ણ થતું થતું જમીનદોસ્ત થઈને સદાને માટે કેવું લુપ્ત થઈ જાત એ કહેવું મુશ્કેલ છે. આ તીર્થ ટકી રહ્યું એ માટે આપણે પુરાતત્ત્વખાતાનો આભાર માનવો ઘટે છે.
સભાગ્યે યુગદ્રષ્ટ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીનું ધ્યાન આ પુસ્તક તરફ ગયું; અને એ લુપ્ત તીર્થસ્થાનને શોધી કાઢવાનો એમણે સંકલ્પ કર્યો. અને જ્યારે આ તીર્થસ્થાન પંજાબમાં કયા સ્થળે આવેલું છે, એની તેઓશ્રીને ભાળ મળી, એટલે, આજથી પ૩ વર્ષ પહેલાં, સને ૧૯૨૫ની સાલમાં, હોશિયારપુરથી એક મોટો યાત્રાસંઘ કાઢીને, તેઓ આ તીર્થધામમાં પહોંચ્યા અને ખૂબ ભાવ-ભક્તિપૂર્વક એ તીર્થની યાત્રા કરી, એટલું જ નહીં, એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવવાની પોતાની ભાવના પંજાબના શ્રીસંઘ સમક્ષ વ્યક્ત કરી. પંજાબ સંઘે પોતાના પરમ ઉપકારી ગુરુ વલ્લભની આ ભાવનાને એક પવિત્ર આજ્ઞા, આદેશ કે ધર્મકર્તવ્ય તરીકે હર્ષોલ્લાસપૂર્વક વધાવી લીધી, અને એ દિશામાં એ સમયથી જ શક્ય પ્રયાસો શરૂ કરી દીધા.
પંજાબના શ્રીસંઘે આ પ્રયાસો સફળ થાય એની રાહ ન જોતાં, આ પ્રયાસોના. જ એક રચાત્મક અંગ રૂપે, દર વર્ષે સંઘ સાથે કે વ્યક્તિગત રીતે આ જીર્ણ તીર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org