SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૭ વિદ્વાનોને માટે સ્વતંત્ર અભ્યાસખંડો તેમ જ અતિથિગૃહની પણ જોગવાઈ કરવામાં આવનાર છે. સાથે સાથે પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોની માઈક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ (છબીઓ) લેવા માટેની, એવી ફિલ્મો ઉકેલવા માટેની વગેરે આધુનિક યંત્રસામગ્રી પણ સંસ્થામાં વસાવવામાં આવનાર છે; તેમ જ નાનું-સરખું સંગ્રહસ્થાન પણ રહેવાનું છે. મકાનમાં સમશીતોષ્ણ હવામાન રહે એ રીતે રચના થનાર છે. આ સંસ્થાની કામગીરીનો કંઈક ખ્યાલ પૂનાના ભાંડારકર રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ ઉપરથી આવી શકે. એટલે સંસ્થા તરફથી મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને પાલી ભાષાના એટલે કે જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ - ભારતીય સંસ્કૃતિની એ ત્રણે શાખાઓના પ્રાચીન ગ્રંથોનાં સંશોધન, સંપાદન અને પ્રકાશનનું કાર્ય હાથ ધરવામાં આવશે, અને જેમજેમ જરૂર ઊભી થશે તેમ તેમ એમાં ઉચ્ચ અધ્યયનની કેટલીક વિશિષ્ટ જોગવાઈ પણ કરવામાં આવશે. એટલે એ રીતે, કેવળ વિશિષ્ટ કોટીના ગ્રંથો તૈયાર કરીને જ સંતોષ ન માનતાં, તે-તે વિષયના વિદ્વાનો તૈયાર કરવા તરફ પણ ઘટતું લક્ષ આપવામાં આવશે. એ માટે વર્ણ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર યોગ્ય વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એમને જરૂરી શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવશે. આ સંસ્થાએ તાત્કાલિક હાથ ધરવા ધારેલ ગ્રંથસર્જનના કાર્યમાં મુખ્યત્વે જૈન આગમોની ઇન્ડેક્સ (સૂત્રસૂચિ; એટલે કે આગમનું કયું સૂત્ર ક્યાં છે એ દર્શાવનારી બધાં ય આગમોને આવરી લેતી સુવિસ્તૃત સૂચિ) છે. એમ લાગે છે કે આ કાર્યના એક વિભાગ તરીકે, અથવા એના પુરોગામી કાર્ય તરીકે જૈન પારિભાષિક કોષ, જૈન ભૌગોલિક કોષ અને જૈન વિશેષનામોનો કોષ – જેની ઘણાં વર્ષોથી જરૂર લાગ્યા કરે છે, એ કોષો – પણ તૈયાર કરવાનું જરૂરી થઈ પડે. આ રીતે આ સંસ્થા ગુજરાતમાં ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓનાં ઉચ્ચ અધ્યયન, સંશોધન અને પ્રકાશનને માટે કાર્ય કરતી એક વિશિષ્ટ સંસ્થા બનશે, અને ગુજરાતને માટે ગૌરવરૂપ બની રહેશે એવી આશા જરૂર રાખી શકાય. આ સંસ્થામાં અત્યાર સુધીમાં પચીસેક હજાર પુસ્તકો જેટલો, લાખો રૂપિયાની કિંમતનો ગ્રંથસંગ્રહ થયો છે. તેમાંના હસ્તલિખિત અને મુદ્રિત કેટલાય ગ્રંથો ખરીદવામાં આવેલ હોવા છતાં ઘણા મોટા ભાગના ગ્રંથો એને ભેટ મળેલા છે. પૂ. પુણ્યવિજયજી મહારાજના બહુ જ વિશિષ્ટ અને બહુ કીમતી ગ્રંથસંગ્રહનો તેમ જ બીજી પણ કેટલીક સંસ્થાઓ કે વ્યક્તિઓના ગ્રંથસંગ્રહોનો એમાં સમાવેશ થાય છે એ વાતની નોંધ લેતાં આનંદ થાય છે. અમને તો લાગે છે કે આપણાં પ્રાચીન હસ્તલિખિત જે પુસ્તકો ગુજરાતમાં તેમ જ અન્યત્ર જ્ઞાનભંડારોમાં કે બીજી રીતે વેરવિખેર હાલતમાં પડ્યાં છે, તેમને સુરક્ષિત Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy