________________
ઉપર
જિનમાર્ગનું જતન (૭) ભારતીય સંસ્કૃતિનું અનોખું વિધામંદિર
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબીજનો તરફથી આજથી બે-એક વર્ષ પહેલાં, અમદાવાદમાં કરવામાં આવી હતી.
આ સંસ્થાનું એક રીતસરનું બંધારણ ઘડવામાં આવ્યું છે. એનું એક ટ્રસ્ટીમંડળ છે, એક વ્યવસ્થાપક-સમિતિ છે અને એને હાથ ધરવાની વિદ્યાવિષયક વિવિધ પ્રવૃત્તિ સંબંધી વિચારણા કરવા માટે એક સલાહકાર-સમિતિ છે. આ સલાહકાર-સમિતિમાં પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી, પૂ. પંડિત શ્રી સુખલાલાજી અને ઇતિહાસ, પુરાતત્ત્વ અને તત્ત્વજ્ઞાનના ગુજરાતના જાણીતા વિદ્વાન અને ગુજરાત વિદ્યાસભાના મુખ્ય સંચાલક શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ છે.
આગામી ડિસેમ્બર મહિનાથી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનદર્શનના અધ્યાપક તરીકે કામ કરતા જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી પ્રો. શ્રી દલસુખભાઈ માલવણિયા એ સંસ્થાના મુખ્ય સંચાલક (ડાયરેક્ટર) તરીકે જોડાવાના છે.
અત્યારે આ સંસ્થાએ હસ્તલિખિત અને છપાયેલાં ભારતીય વિદ્યાના ઉચ્ચ અધ્યયન અને સંશોધનમાં ઉપયોગી થાય એવાં સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, જર્મન, ફ્રેંચ વગેરે ભાષાઓમાં લખાયેલ પ્રાચીન-અર્વાચીન પુસ્તકો એકત્રિત કરવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્યાર સુધીમાં એમાં બારેક હજાર હસ્તલિખિત અને લગભગ એટલાં જ છપાયેલાં મળીને આશરે પચીસેક હજાર પુસ્તકો ભેગાં થઈ પણ ગયાં છે. આ સંસ્થા માટે પાંચ-સાત લાખ રૂપિયાના ખરચે જે ખાસ આલીશાન મકાન તૈયાર કરવામાં આવનાર છે. તેમાં એક લાખ જેટલાં છપાયેલાં પુસ્તકો બરાબર સુરક્ષિત રીતે રહી શકે એવી આધુનિક ઢબની વૈજ્ઞાનિક ગોઠવણ કરવામાં આવનાર છે. આ ઉપરથી પણ સહેજે સમજી શકાશે કે આ સંસ્થા કેવી મોટી વિદ્યાસંસ્થા બનવાની છે અને એણે કરવા ધારેલ કાર્ય કેટલું મહત્ત્વનું રહેવાનું છે.
આ સંસ્થાનું મકાન ગુજરાત યુનિવર્સિટીની નજીકના પ્રદેશમાં, જ્યાં ચારેકોર અનેક કોલેજો હોવાને કારણે વિદ્યામય વાતાવરણ રહેવાનું છે, ત્યાં ઊભું કરવામાં આવશે, અને તે એકાદ વર્ષમાં તૈયાર પણ થઈ જાય એવી ગોઠવણ કરવામાં આવી છે. આ મકાનમાં વિશાળ પુસ્તકાલય, ઉપરાંત એ પુસ્તકાલયનો ઉપયોગ કરીને અમુક વખત સુધી સંસ્થામાં જ રહીને ઉચ્ચ અધ્યયન અને સંશોધનનું કામ કરવા ઇચ્છતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org