SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૯ ૩૧૯ આ તીર્થમાં અત્યારે (સન ૧૯૫૬માં) આપણા માટે કેવી સ્થિતિ પ્રવર્તે છે તેનો *થોડોક અનુભવ આપણા એક શ્રીપૂજ્યજીને થયો છે, તે જૈનસંઘે વાંચવા-વિચારવા જેવો છે. થોડા વખત પહેલાં, દિલ્હીના શ્રી જિનવિજયસેનસૂરિજી શ્રી કેસરિયોજીતીર્થની યાત્રાએ ગયા હતા. ત્યાં તેઓને જે જાતઅનુભવ થયો તેનો થોડોક ચિતાર તેમણે તેમના એક લેખમાં આપ્યો છે. આ લેખ આગરાથી પ્રગટ થતા “શ્વેતાંબર જૈન' પાક્ષિકમાં છપાયો છે. એ લેખમાંનો શ્રી કેસરિયાજી તીર્થની સ્થિતિનો ખ્યાલ આપતો ભાગ અહીં નીચે રજૂ કરીએ છીએ. પોતાનો અનુભવ વર્ણવતાં શ્રીપૂજ્યજી કહે છે – સાંજે દર્શન કરવા માટે મંદિરમાં ગયા, તો ખૂબ ગિરદીને કારણે, તેમ જ પંડાઓનું પૂરું આધિપત્ય હોવાને કારણે, મુશ્કેલીથી દર્શન થયાં. સવારે દર્શન બરાબર થશે એમ મન વાળ્યું. સવારે એથી પણ વધારે ભયાનક ત્યાંનું દૃશ્ય જોવા મળ્યું : જે પંડાઓની ઇચ્છા પ્રમાણે માગણી પૂરી કરે, એમને માટે દર્શન સુલભ છે; નહીં તો રાહ જોતા જ રહીએ! ઉત્કૃષ્ટ ભાવનાથી પ્રેરાઈને દૂર-દૂરથી આવતા યાત્રાળુઓને માટે, ત્યાં પહોંચીને ભાવનાને સ્થિર રાખવાનું કામ અસંભવ બની જાય છે.” આ પ્રમાણે એ તીર્થમાં સૌ પ્રથમ તો ભગવાનનાં દર્શન કરવામાં જ પડતી મુશ્કેલીનું વર્ણન કર્યા બાદ આગળ ચાલતાં જૈન સમાજને આ તીર્થ અંગે ચેતવણી આપતાં શ્રીપૂજ્યજી કહે છે – એના તોરણદ્વાર(પ્રવેશદ્વાર)માં પણ પ્રાચીન જૈન સંસ્કૃતિનો પરિચય આપતું જૈનમંદિર બનાવીને એમાં કરેલી જિનપ્રતિમાઓની આકૃતિઓ અને ઝીણવટભરી કોતરણી જોઈને મનમાં ગર્વ થાય છે. મુખ્ય દ્વારથી લઈને મંદિરની ચારે કોર પ્રસ્તરોમાં અને ખંડોમાં કોતરેલી જિનપ્રતિમાઓ મુક્તપણે પણ પોતાની અમર ગાથા સંભળાવી રહી છે. આવા પવિત્ર સ્થાનનું જૈન યાત્રાળુઓને માટે કશું જ મહત્ત્વ નથી. જો આ જ ક્રમ ચાલુ રહ્યો, તો જેમ બદરીનાથજી, જગન્નાથજી, જયપુર રાજ્યમાં ડિમ્મી મંદિર અને અજમેરની ખ્વાજા-સાહેબની દરગાહ વગેરે સ્થાનો ગુમાવ્યાં, અને હવે તો ત્યાં જવું પણ મિથ્યાત્વ લેખાવા લાગ્યું છે, એવી જ રીતે થોડાંક જ વર્ષોમાં આ તીર્થ પણ આપણે ગુમાવી બેસીશું.” શ્રી પૂજ્યજીએ ઉચ્ચારેલી આ ચેતવણી કેવળ શબ્દોની નહીં પણ સાચી ચેતવણી છે એમ અમે ચોક્કસ માનીએ છીએ. દાદાવાડીની વ્યવસ્થાના સંબંધમાં શ્રીપૂજ્યજી ત્યાંની દાદાવાડીમાં પણ પૂજનની વ્યવસ્થા જરા ય સંતોષકારક નથી. જ્યારે જુઓ ત્યારે ત્યાં તાળું વાસેલું જ દેખાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy