________________
જિનમાર્ગનું જતન
છેવટે શ્રી. મુનશીજીને અમે એટલું જ સૂચવીએ છીએ કે આજે જ્યારે ભારતનું રાજકારણ બિનસાંપ્રદાયિકતાનો ઢંઢેરો પીટી રહ્યું છે, ત્યારે ભારતની મધ્યસ્થ સરકારનું પ્રધાનપદું ભોંગવી રહેલા અન્ન-સચિવ શ્રી મુનશીજી પોતાના હાથે થઈ ગયેલ આવા વિકૃત ચિત્રને દૂર કરવાની તૈયારી અને ખેલદિલી દાખવે એવી આશા રાખવી વધારે પડતી ન ગણાય. સત્યનો સ્વીકાર તો હજાર વર્ષે પણ કરાય તો તેમાં નર્યું કલ્યાણ જ સમાયેલું છે.
૧૮
(૬) જૈનધર્મ પ્રત્યે આટલી સૂગ?
અમદાવાદમાંથી પ્રગટ થતા ‘ગુજરાત સમાચાર’ દૈનિકના તા. ૧૪-૯-૧૯૪૯ ને બુધવારના અંકના ચોથા પાને છપાયેલ ‘સાહિત્ય અને સંસ્કાર' વિભાગના ‘આંદોલનો’ શીર્ષકવાળા લખાણ પ્રત્યે અમે સર્વ કોઈ સાહિત્યપ્રિય મહાનુભાવોનું અને ખાસ કરીને જૈન સાહિત્ય પ્રત્યે અભિરુચિ ધરાવનાર વિદ્વાનોનું ધ્યાન દોરીએ છીએ. પ્રસ્તુત લખાણમાં મુંબઈના ભારતીય વિદ્યાભવન હસ્તકની સિંઘી જૈન ગ્રંથમાલાના પચીસમા ગ્રંથાંક તરીકે થોડાક મહિના પહેલાં પ્રકાશિત થયેલ અને પ્રાધ્યાપક ડૉ. અમૃતલાલ સવચંદ ગોપાણીએ સંપાદિત કરેલ શ્રી મહેશ્વરસૂરિકૃત પ્રાકૃતભાષાની ‘જ્ઞાનપંચમીકથા'ને લઈને કેટલુંક ‘આંદોલન' જગાવવામાં આવ્યું છે. આ લખાણમાં લેખકે એના ત્રણ વિભાગો પાડ્યા છે : પહેલા વિભાગમાં પ્રાકૃત સાહિત્ય વગેરે સંબંધમાં અનેક વિલક્ષણ વિધાનો કરવામાં આવ્યાં છે, બીજા વિભાગમાં ગ્રંથનો બહુ જ સંક્ષિપ્ત પરિચય આપતાં ગ્રંથના સંપાદકનાં કેટલાંક મંતવ્યોનો વિરોધ કરીને સંપાદકને ‘સાંપ્રદાયિક દૃષ્ટિવાળા 'નો ઇલ્કાબ આપવામાં આવ્યો છે; અને સમગ્ર લખાણની અડધી કરતાં વધુ જગ્યા રોકતા ત્રીજા વિભાગમાં સંપાદકની વિસ્તૃત પ્રસ્તાવનામાંથી ગ્રંથમાંનાં કેટલાંક સુભાષિતો, એના અનુવાદ સાથે, ઉષ્કૃત કરવામાં આવ્યાં છે.
પ્રસ્તુત લખાણના બીજા અને ત્રીજા વિભાગમાં કેટલીક વિવાદાસ્પદ વાતો કહેવામાં આવી હોવા છતાં એનો મુખ્યત્વે પહેલો વિભાગ બહુ જ વિલક્ષણ વિધાનોથી ભરેલો છે, એટલે એ વિભાગમાંનું લખાણ અક્ષરશઃ અહીં ઉદ્ધૃત કરીએ છીએ : “સંસ્કૃત અને પ્રાકૃતનો ઝઘડો ફરી વાર ઊભો કર્યા વિના કહી શકાય કે લોકોના મોટા ભાગની ભાષા પ્રાકૃત અને અલ્પસંખ્ય લોકોની ભાષા સંસ્કૃત હોવા છતાં સંસ્કૃત-સાહિત્યમાં જે ઉચ્ચ કોટિનું કાવ્યત્વ છે, જે મહાન સાંસ્કારિક બળ છે,
Jain Education International
(તા. ૨૧-૭-૧૯૫૧)
For Private & Personal Use Only
www.jainelibrary.org