________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૫
૧૭ કમનસીબી કહો કે ગમે તે કહો, પણ આવા મહામંત્રી શ્રી કનૈયાલાલ મુનશીના હાથ પર ચઢી ગયા ને શ્રી મુનશીએ માત્ર કથારસ જમાવવા, બીજાં પાત્રોની જેમ, જેનોના આ મહાન કર્મવીર, ધર્મવીર ને રણવીર મંત્રીને ખૂબ હીન રીતે ચીતર્યા. દુષ્ટ ખલનાયક સર્જવા મહામંત્રી ઉદયનને ઇગ્લી, કાવતરાબાજ ને વ્યભિચારી ચીતરવામાં તેમણે પાછું વાળીને ન જોયું.”
ઉપરના બે ફકરાઓમાં ભાઈ જયભિખ્ખએ ઉદયન મંત્રીનું સાચું રૂપ અને શ્રી મુનશીજીને હાથે થયેલું વિકૃત રૂપ સારરૂપે રજૂ કરી દીધું છે.
ભાઈ જયભિખુની ઉપર્યુક્ત વાર્તા “મૃત્યુ-મહોત્સવ' તેમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ “દેવદૂષ્ય અને બીજી વાતો' નામક વીરધર્મની વાતોના ત્રીજા ભાગમાં પણ આપવામાં આવી છે. આ પુસ્તકની પ્રસ્તાવના અમદાવાદની ગુજરાત કોલેજના ગુજરાતી ભાષાના પ્રોફેસર શ્રી ધીરુભાઈ ઠાકરે લખી છે. એ પ્રસ્તાવનામાં મૃત્યુ મહોત્સવ' અંગેનું તેઓનું આ લખાણ સહુ કોઈનું ધ્યાન દોરે એવું અને શ્રી મુનશીજીને (જો તેઓ ધારે તો) વિચાર કરવા પ્રેરે એવું છે :
છેલ્લી વાર્તા “મૃત્યુ-મહોત્સવ' ગુજરાતના બાહોશ જેન મંત્રી ઉદયનના વીરોચિત મૃત્યુની ગૌરવગાથા છે, તેમ નકલી સાધુનો સ્વાંગ સજ્યા બાદ ખરેખર સાધુ થઈ જનાર નોકરની મનોદશા બતાવતી નોંધપાત્ર ધર્મકથા પણ છે. એક બીજી રીતે પણ આ વાત ધ્યાનપાત્ર છે. શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કૈક અંશે કાયર, ધમધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું તેનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર મહત્ત્વનો પ્રકાશ ફેંક્યો છે.”
આવી ઉપયોગી સામગ્રી રજૂ કરવા માટે ભાઈ ભિખુને અને “શ્રી જૈનસત્યપ્રકાશને ધન્યવાદ આપવા સાથે જૈ. સ. પ્ર.ના સંચાલકોને કે જૈન સમાજને એટલું સૂચવીએ છીએ કે “હંસ-મયૂર અંગેની સામગ્રી જેમ જુદી પુસ્તિકરૂપે પ્રગટ કરવામાં આવી હતી, તે જ રીતે મૃત્યુ-મહોત્સવ' વાર્તા તથા પ્રો. શ્રી ધીરુભાઈ ઠાકરના ઉપર આપેલ લખાણ સહિત બધી સામગ્રી અલગ પુસ્તિકરૂપે પ્રગટ કરવામાં આવે. તેમ જ આપણા બીજા વિદ્વાનો પણ પ્રમાણ અને યુક્તિ સાથે આ અંગે વધુ સામગ્રી પ્રગટ કરે. શેઠ આ. ક. ની પેઢી કે આપણી કૉન્ફરન્સ જેવી સંસ્થાઓ પણ આ કાર્યને બિલકુલ રચનાત્મક રીતે હાથ ધરીને આ માટે શ્રી મુનશીજી સાથે સંપર્ક સાધે અને મહામંત્રી ઉદયનનો સાચો ઇતિહાસ રજૂ થાય એવી કોશિશ હાથ ધરે. આમાં વિલંબ થઈ ગયો તો સંકોચ સેવવાની જરૂર નથી. સારું કાર્ય તો ગમે ત્યારે હાથ ધરી શકાય. જાગ્યા ત્યારથી સવારનો આ જ સાચો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org