SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૨ પણ જૈન સાહિત્યના ઉત્તમ કોટિના ગ્રંથોનું પ્રકાશન સારામાં સારા રૂપમાં, વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેમાં તેઓ અંગત રસ પણ લઈ રહ્યા છે, અને એ માટે ઊલટભેર માર્ગદર્શન પણ કરી રહ્યા છે. જૈન ગ્રંથોના પ્રકાશન માટે દિલ્હીમાં સ્થપાયેલ પ્રાકૃત-ટેક્સ્ટ-સોસાયટી મારફત આ કામ થાય એ માટે તેઓ સતત ચિંતા સેવ્યા કરે છે. આ સંબંધી અમારા તા. ૨૩-૪-૧૯૫૫ના અંકમાં છપાયેલ નીચેના સમાચાર તરફ જૈનસંઘનું વિશેષ ધ્યાન દોરવાની દૃષ્ટિએ, અમે એ અહીં પુનઃ પ્રગટ કરીએ છીએ ઃ “આગમ-ગ્રંથો તેમ જ પ્રાકૃત વગેરે ભાષાના પ્રાચીન જૈન ગ્રંથો પ્રગટ કરવા માટે, લંડનમાંની પાલી ટેક્સ્ટ સોસાયટી'ની ઢબે દિલ્હીમાં પ્રાકૃત-ટેક્સ્ટ-સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી છે, અને એના કાર્યવાહક-મંડળમાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદનો પણ સમાવેશ થાય છે, અને તેઓ આ કામમાં અંગત રીતે ભારે ઊંડો રસ લઈ રહ્યા છે. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ આમાં સક્રિય ભાગ લે છે. “થોડાંક અઠવાડિયાં પહેલાં સોસાયટીની મિટિંગ રાષ્ટ્રપતિ-ભવનમાં મળી હતી, ત્યારે રાષ્ટ્રપતિએ જૈન ગ્રંથો જલદી છપાવવની શરૂઆત થાય એવી ઇચ્છા પ્રગટ કરી હતી. તેથી આ સંબંધી રૂબરૂ વાતચીત કરવા માટે ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ, જ્યારે તેઓ ગયા મહિનામાં શ્રી મેઘાણી-સ્મારક-વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો આપવા રાજકોટ ગયા હતા ત્યારે, ત્યાંથી પાછા ફરતાં, તા. ૩૦-૩-૧૯૫૫ના રોજ અમદાવાદમાં પૂ. પુણ્યવિજયજી મહારાજને મળ્યા હતા... રાષ્ટ્રપતિની ઇચ્છા મુજબ આ ગ્રંથો પુસ્તક અને પોથી એમ બંને રૂપે છપાશે. 79 આ ઉપરાંત ગત મહાવીર-જયંતીના ઉત્સવ પ્રસંગે દિલ્હીની સભામાં પ્રવચન કરતાં રાષ્ટ્રપતિએ જૈન સાહિત્યના પ્રકાશન અંગે જે ઉદ્ગારો વ્યક્ત કર્યાં હતા, તે પણ એમના અંત૨માં આ બાબત પ્રત્યે કેવી લાગણી ભરી છે તે દર્શાવે છે. એ પ્રવચનનો અખબારી ટૂંક અહેવાલ કહે છે - - “રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે આજે જૈન તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે જૈન સાહિત્યના સંશોધન અને પ્રકાશનની આવશ્યકતા ૫૨ ભા૨ મૂક્યો હતો. તેમણે જાહેર કર્યું કે ભગવાન મહાવીરનો ૨૫૫૪ વર્ષો પૂર્વે જ્યાં જન્મ થયો હતો તે વૈશાલી ખાતે જૈન તત્ત્વજ્ઞાનની સંશોધનસંસ્થા શરૂ કરવા માટે બિહાર સરકારે પાંચ લાખ આપવાનું સ્વીકાર્યું છે, અને તેમના તરફથી એવો સંદેશો મને મળેલો છે. ૨૧૭ “રાષ્ટ્રપતિએ કહ્યું કે જૈનધર્મે ભારતીય પ્રજાજીવન પર ખૂબ અસર કરેલી છે, છતાં તેના સાહિત્યથી લોકો અજાણ્યા છે. છેલ્લાં ૨૫૦૦ વર્ષોથી એકધારી પ્રણાલિકાગત રીતે લખાતા રહેલા જૈન સાહિત્યની લાખો હસ્તપ્રતો છુપાયેલી પડેલી છે. રાજસ્થાનના મારા છેલ્લા પ્રવાસ દરમ્યાન જેસલમેરમાં ભૂગર્ભમાં જાળવી રાખેલી જૈન સાહિત્યની હજારો હસ્તપ્રતો મેં જોઈ છે. જૈન તત્ત્વજ્ઞાનના પ્રચાર માટે આવી હસ્તપ્રતોને પ્રકાશમાં લાવવાની જરૂ૨ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy