________________
ધાર્મિક દ્રવ્ય
(૧) સાધારણ ખાતુંઃ સમસ્યા અને ઉકેલ આવક કરતાં ખર્ચ જેમાં નિરંતર વધારે થયા જ કરતું હોય એવાં આપણાં ધાર્મિક ખાતાઓમાં સાધારણ ખાતાનું નામ મોખરે આવે એમ છે. એ ખાતામાં હંમેશાં તોટો જ દેખાયા કરે છે.
એક જણ પૂરે અને સાત જણ વાપરે એવી સાધારણ ખાતાની સ્થિતિ છે. અંતે આવી જ સ્થિતિ ચાલુ રહે તો એ ખાતાની આખરે શી હાલત થાય તે સમજવું મુશ્કેલ પડે એમ નથી. એટલે આપણા મધ્યમવર્ગની હાલતની જેમ આપણું સાધારણ-ખાતું પણ દિવસે-દિવસે કમજોર થતું જાય છે. એટલે આ સ્થિતિને વધુ કથળતી અટકાવવા માટે તત્કાળ કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ એમ અમને ચોક્કસ લાગે છે.
સાધારણ ખાતામાંથી સંઘનાં બધાં અંગોને પોષણ મળતું હોવાથી, તેમ જ એક યા બીજા કારણે એ ખાતામાંથી નાણું ખેંચવાની જરૂર પડતી હોવાથી કેટલાંક ગામોમાં તો આ ખાતું બીજા ખાતાંઓનું દેવાદાર થયું છે, ખાસ કરીને દેવદ્રવ્યનું જ એ દેવાદાર બને છે. તો પછી આ ખાતાં સરભર કેવી રીતે થઈ શકશે એ ચિંતાનો વિષય બની ગયો છે.
વળી સાધારણ ખાતાની સાર્વત્રિક જરૂરિયાત આટલી મોટી હોવા છતાં અને એમાંથી સગવડ કરતાં પણ વધારે નાણાં ઉપાડવાની જરૂર પડતી હોવા છતાં એ ખાતાને સધ્ધર બનાવવા તરફ કોઈનું ધ્યાન જેટલા પ્રમાણમાં જવું જોઈએ એટલા પ્રમાણમાં નથી ગયું એ સમાજના હિતની દષ્ટિએ ચિંતા ઉપજાવે એવી સ્થિતિ છે.
આપણે ત્યાં કોઈ પણ ખાતામાં નાણું મોટે ભાગે સાધુ-મુનિરાજોના ઉપદેશથી જ શ્રીમંતો પાસેથી મળે છે; આ બેના સહકાર વગર નાણું મેળવવું ભારે મુશ્કેલ કામ છે. અને છતાં આપણા ઘણા ઓછા શ્રીમંતો અને કોઈક જ ધર્મગુરુનું ધ્યાન આ વાત તરફ દોરાયું છે.
પણ જો આપણે સમાજનું સારી રીતે જતન કરવું હશે, તો સાધારણ ખાતાને સધ્ધર બનાવ્યા વગર આપણો છૂટકો નથી. દેવદ્રવ્યને સધ્ધર રાખવાના આપણે જેમ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org