SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું જતન અનેક ઉપાયો શોધી કાઢ્યા છે, તેમ સાધારણ-ખાતા માટે પણ કંઈક ઇલાજ આપણે શોધી કાઢવો પડશે. જો લોકમાનસને સાચી દિશામાં વાળવામાં આવે, તો કોઈ પણ જાતના દબાણ વગર, કેવળ વસ્તુસ્થિતિની સાચી સમજૂતીથી એ નવી દિશામાં પ્રયાણ કરવા માટે કેવું તત્પર રહે છે એ વાત, તાજેતરમાં ઘાટકોપર (મુંબઈ) ખાતે પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં થયેલ ઉપધાન-તપની માળા પહેરાવવાની બોલીની મોટા ભાગની આવક સાધારણ ખાતે લઈ જવામાં આવી તે બીના ઉપ૨થી બરાબર સમજી શકાય છે. તા. ૧-૨-૧૯૫૪ના ‘સ્વયંસેવક’માં છપાયેલ એ અહેવાલ આ સંબંધમાં જાણવા જેવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ ઃ પોષ વદ ૫ ને રવિવાર બપોરે ઘાટકોપરના વિજ્યાનંદનગરમાં ઉપધાનની માળની બોલી બોલવાની જાહેરાત થઈ ચૂકી હતી. વચલો મંડપ ચતુર્વિધ સંઘની હાજરીથી ભરપૂર હતો. આચાર્યશ્રી સમુદ્રવિજયજી ત૨ફથી મંગલાચરણ સંભળાવવામાં આવ્યું. એ પછી કાર્યવાહક શ્રીયુત જેઠાલાલે જણાવ્યું કે શ્રી આદીશ્વરજી દેરાસરના ટ્રસ્ટીઓએ ઠરાવ્યું છે કે બોલી રૂપિયામાં બોલાશે, અને બોલનારની ઇચ્છા પ્રમાણે દેવદ્રવ્ય-ખાતે અગર સાધારણ ખાતે લઈ જવાશે. પછી ઉછામણી શરૂ થઈ અને પહેલી માળ રૂ. ૨૫૫૧/-માં ગઈ. નામ લખાયા પછી પૂછવામાં આવ્યું કે કયા ખાતામાં લખવી ? તરત જ જ્વાબ મળ્યો – સાધારણ ખાતામાં. ન તો વિરાજમાન મહારાજનો ઉપદેશ હતો કે ન તો કોઈ પ્રકારનો પૂર્વથી પ્રચાર હતો, અથવા તો ‘સાધારણમાં જ આપો’ એવો આગ્રહ હતો. બોલનારની ઇચ્છા કે ભાવના અગ્રપદે હતી. માળા પહેરનારની સંખ્યા ૨૦૫, બોલીની ઊપજ લગભગ તેત્રીંશ હજાર, એમાં દેવદ્રવ્યખાતે છવીસસો રૂપિયા, જ્યારે સાધારણ ખાતે સવાએકત્રીસ હજાર નોંધાયા. એનું કા૨ણ દેવદ્રવ્યનું મહત્ત્વ ઓછું છે એ નહીં, પણ સાધારણખાતું એ એક જ એવું છે કે જેમાંથી પ્રભુકથિત સાતે ક્ષેત્રોને પોષી શકાય તે છે. યુગની હાકલ સંકુચિત ક્ષેત્ર કરતાં વિશાળ મર્યાદાવાળાને પુષ્ટ કરવાની છે, કે જેથી જરૂર પડ્યે દોષાપત્તિનો સંભવ ન રહે અને સીદાતા કે સહાયની અગત્યવાળા ક્ષેત્રને સિંચન મળે,’ (તા. ૧૩-૨-૧૯૫૪) ૨૭૦ (૨) દેવદ્રવ્યના સતત ઉપયોગની જરૂર આપણા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં દેવદ્રવ્ય તથા સાધારણ ખાતું – એ બંને ખાતાંઓ શાસનની રક્ષા, વૃદ્ધિ અને પ્રભાવના માટેનાં ખાતાં છે; અને, પરિસ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy