________________
ધાર્મિક દ્રવ્ય : ૨
અને જરૂરિયાત પ્રમાણે, બંને ખાતાંની પુષ્ટિ કરવાનું જણાવવામાં આવ્યું છે. દેવદ્રવ્યનો ઉપયોગ જિનપ્રતિમા અને જિનમંદિરના નવનિર્માણ તેમ જ જીર્ણોદ્ધાર પૂરતા મર્યાદિત ક્ષેત્રમાં જ કરવાની પરંપરા આપણે ત્યાં પ્રસ્થાપિત થઈ છે. જ્યારે સાધારણ ખાતાનો ઉપયોગ જૈન શાસનનાં સાતે અંગોની રક્ષા અને પુષ્ટિ માટે કરવાનું કહેવામાં આવ્યું છે.
આ રીતે ખર્ચની દૃષ્ટિએ વિચારતાં દેવદ્રવ્યનું ક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે સાધારણ ખાતાનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે; આમ છતાં આવકની દૃષ્ટિએ સ્થિતિ બિલકુલ ઊંધી છે : દેવદ્રવ્યમાં જરૂરિયાત કરતાં ઘણી મોટી આવક થતી રહે છે, જ્યારે સાધારણખાતામાં ઘણીઘણી મહેનત કરવા છતાં જરૂરિયાતને પૂરી કરી શકાય એટલી આવક પણ ઘણે ઠેકાણે થઈ શકતી નથી. પરિણામે, ઘણાં સ્થાનોમાં સાધારણ ખાતું ડૂબતું રહે છે અને એને દેવદ્રવ્ય કે બીજા ખાતાના દેવાદાર બનવું પડે છે. મોટા ભાગનાં સ્થાનોની સ્થિતિ આવી નબળી અને ચિંતા ઉપજાવે એવી છે. આ દેવું સરભર થઈ શકે, અથવા સાધારણ ખાતાને બીજા કોઈ ખાતાના દેવાદાર બનવું ન પડે એવી કાયમી વ્યવસ્થા થવાની જરૂ૨ તરફ આપણા સંઘનાયકોનું ધ્યાન જવું હજી પણ બાકી છે એ આપણી સંઘવ્યવસ્થાની કરુણતા અને એકાંગિતા સૂચવે છે. પણ એ વાત જવા દઈએ, અને અત્યારે દેવદ્રવ્યનો ઉપયોગ કરવાની બાબતમાં આપણે ત્યાં જે ઉદાસીનતા અને ખાસ કરીને જે લોભદૃષ્ટિ કે સંગ્રહશીલ વૃત્તિ પ્રવર્તે છે, અને એના લીધે આપણાં પવિત્ર તીર્થસ્થાનો અને જિનમંદિરોની સાચવણીમાં તેમ જ એમના જીર્ણોદ્ધારના કામમાં જે ખામી આવી ગઈ છે, એનો જ થોડો વિચાર કરીએ.
આ વિચારવાનું એક નિમિત્ત અમને મળ્યું છે. લાખાબાવળથી પ્રગટ થતા ‘શ્રી મહાવીર–શાસન' માસિકના તા. ૧-૧૦-૧૯૬૯ અંકમાં ‘દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધા૨' નામે વિચાપ્રેરક અગ્રલેખ તરફ અમારું ધ્યાન ગયું છે. આ અગ્રલેખમાં આ બાબત અંગે વર્તમાનમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે, તેનું સાચું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમ કહી શકાય, કે જેમ એક જ તીર્થની કે દેરાસરની પેઢીમાં દેવદ્રવ્યનું ખાતું તરતું હોય છે અને સાધારણ ખાતું દેવાદાર હોય છે, તેમ એક જ પ્રદેશમાં (કે ક્યારેક એક જ સ્થાનમાં) આવેલ એક તીર્થસ્થાન કે જિનમંદિરમાં દેવદ્રવ્યની આવક જરૂ૨ ક૨તાં વધારે હોય છે, ત્યારે બીજા જિનમંદિર કે તીર્થની આવક ખર્ચ કરતાં એટલી ઓછી થાય છે કે એની સાચવણી કરવાનું પણ મુશ્કેલ બની જાય છે; પછી એના જીર્ણોદ્ધારની તો વાત જ શી કરવી ? પરિણામે કેટલાંય જિનમંદિરો ધ્વસ્ત થઈ જાય છે કે કોઈક તીર્થક્ષેત્રને નામશેષ થઈ જવું પડે છે. આમ થવામાં મોટે ભાગે આપણી લોભદૃષ્ટિ અને સંગ્રહશીલ વૃત્તિ જ જવાબદાર છે. આ અંગે ‘શ્રી મહાવીર શાસન'ના ઉપર્યુક્ત અગ્રલેખમાં સાચું જ કહેવામાં આવ્યું છે
Jain Education International
૨૭૧
For Private & Personal Use Only
-
www.jainelibrary.org