________________
જિનમાર્ગનું જતન
“વર્તમાન પરિસ્થિતિનો વિચાર અને ચિંતન કરતાં દેવદ્રવ્ય અને જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે ઘણી જ વિષમ પરિસ્થિતિ છે.
“દેવદ્રવ્ય એ શ્રી જૈનસંઘમાં સદા ય આવકનું સ્થાન પ્રાપ્ત કરે છે, અને નાના યા મોટા દરેક જિનમંદિરમાં ઓછાવત્તા પ્રમાણમાં આવક થવા પામે છે; કોઈ જગ્યાએ સામાન્ય તો કોઈ જગ્યાએ ઠીક પ્રમાણમાં દેવદ્રવ્ય જમે છે. જે પ્રમાણે આવક છે, તે પ્રમાણે તેનો સદુપયોગ-વ્યય પ્રાયઃ ઓછી જગ્યાએ છે; એટલું જ નહિ, પરંતુ આ દ્રવ્યની પોતાને ત્યાં જરૂર ન હોય, છતાં મંદિરના જીર્ણોદ્ધાર આદિમાં ખરચાતું નથી અને બેંકમાં વ્યાજ ઉપજાવવા તરફ ટ્રસ્ટીઓ લલચાય છે તે બરાબર નથી. પોતાને ત્યાં જરૂર ન હોય તો બીજે આપવાની સ્વયંબુદ્ધિ પ્રાયઃ ક્યાંક જ હોય છે . કોઈ આચાર્ય આદિ મુનિરાજની પ્રેરણા કે શરમથી, અગર કોઈ આગેવાન કે ઓળખીતાની શરમથી થોડું-થોડું અપાય છે. પરંતુ તેમાં જીર્ણોદ્ધારમાં એ દેવદ્રવ્યનો સદુપયોગ ક૨વાની હોંશ કે ઉલ્લાસ પ્રાયઃ ઓછી જગ્યાએ હોય છે. આમ દેવદ્રવ્ય એ આવકથી સધ્ધર ખાતું હોવા છતાં, તેના ઉપયોગ માટે જોઈએ તેવી સ્થિતિ નથી. બીજી બાજુ જિનમંદિરો અનેક સ્થળે ખૂબ જીર્ણોદ્ધાર માગી રહ્યાં છે. પોતાના ગામમાં પણ રકમ પડી હોવા છતાં ઘણી જગ્યાએ જીર્ણોદ્ધાર થતો નથી. દેવદ્રવ્યને આમ પૂરી રાખવા જેવું બન્યું છે. આજે એક અબજ રૂપિયા જીર્ણોદ્ધાર માટે ખરચવા હોય તો ય જીર્ણોદ્ધાર માટે પૂરા ન થાય.”
કોઈ પણ તીર્થસ્થાન કે જિનમંદિર જીર્ણશીર્ણ કે નામશેષ થઈ જવાનું મુખ્ય કારણ તે-તે સ્થાનમાંથી જૈનધર્મના અનુયાયીઓનું અસ્તિત્વ ભૂંસાઈ જવું એ છે; અને દેશના અનેક ભાગોમાં આવેલાં આપણાં તીર્થો અને જિનમંદિરોના ધ્વસ્ત અવશેષો એ વાતની સાખ પૂરે છે, અથવા કહો કે એ વાતની ફરિયાદ કરે છે કે અમને માનનારાપૂજનારાઓનું અસ્તિત્વ ન રહ્યું અને અમે પણ સ્મૃતિશેષ બની ગયા ! એટલે ધર્મને અને ધર્મસ્થાનોને ટકાવી રાખવાનો એકમાત્ર સાચો અને સચોટ ઉપાય ધર્મના અનુયાયીઓને ટકાવી રાખવા અને એમને શક્તિશાળી બનાવવા એ જ છે. છેવટે તો કોઈ પણ ધર્મના અનુયાયીઓની શક્તિ કે અશક્તિ જ તે તે ધર્મની શક્તિ કે અશક્તિ બની રહે છે અને એમની નાબૂદી ધર્મની નાબૂદીનું નિમિત્ત બની જાય છે. પણ એની વિશેષ ચર્ચા અહીં પ્રસ્તુત નથી એટલે એ વાત જતી કરીએ.
જેમ અનુયાયીઓના અભાવમાં તીર્થસ્થાનની અને જિનમંદિરની હસ્તી જોખમમાં મુકાઈ જાય છે, તેમ જીર્ણોદ્ધાર માટેની જરૂરી આર્થિક સગવડના અભાવમાં પણ આવાં ધર્મસ્થાનો વેરાન બની જાય છે; આવા દાખલા પણ જોઈએ તેટલા મળી શકે એમ છે. એક બાજુ એક ધર્મસ્થાનમાં દેવદ્રવ્ય સારા પ્રમાણમાં જમે હોય અને બીજી બાજુ
૨૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org