SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેનું દુઃખ છે. આજે જાજરમાન સંઘનું પ્રભાવ-વર્તુળ ટૂંકું ને ટૂંકું જ થતું ચાલ્યું છે. - ક્ષેત્ર વિસ્તાર સધાવો જોઈતો હતો; તેને બદલે ક્ષેત્રના સીમાડા નાના ને નાના થતા જાય છે. બીજાં ક્ષેત્રની વાત બાજુએ મૂકો તો પણ, વિદ્યાના ક્ષેત્રનું જ દારિદ્ય કેટલું સમૃદ્ધ બની રહ્યું છે ! તમે આજથી ૫૦ વર્ષ પહેલાંના જૈન-ધર્મ-પ્રકાશ', “જૈન”, આત્માનંદ-પ્રકાશ” કે જૈન-સત્યપ્રકાશ' માસિકની ફાઈલોમાંથી પસાર થાઓ તો કેટ-કેટલા ગૃહસ્થ લેખકની સશક્ત કલમના દર્શન થાય છે ! સલામ કરવાનું મન થાય તેવાં એ નામો છે. વળી એ નામાવલી પણ ખાસી લાંબી છે. તમે બે હાથના બધાં વેઢાં વાપરો, પછી પણ એટલા જ બીજાં નામ જડે. ગદ્ય અને તેમાં પણ હળવાથી ભારે સંશોધન-ચિંતન જેવા સાહિત્યપ્રકારો ખેડાયેલા જોવા મળે. તે જ રીતે પદ્યમાં પણ ઠીકઠીક કહેવાય તેવા ભરપૂર પ્રયત્નો જોવા મળશે. જ્યારે આજે.આજે. શેની બોલબાલા છે ! મને તો સકલ શ્રીસંઘને કહેવાનું મન થાય છે કે તપ અને ભક્તિનાં પાંદડાં અને ડાળોને ડોલો ભરીને પાણી સીંએ જ ગયાં, હવે રોજ એકાદ લોટો તો જ્ઞાનના મૂળને સીંચવાનું શરૂ કરો ! અર્થને આટલું બધું બધાં જ ક્ષેત્રે પ્રાધાન્ય આપીને આપણી લોકોત્તરતાનાં નામનિશાન મિટાવવાનું બનશે, તે આપણને પરવડશે ? આપણી આ ગોષ્પદમંડૂકતા'ના (બંધિયારપણાના) નુકસાનનો કયારેક અંદાજ લગાવો. જો ખુલ્લી આંખે એ તરફ નજર ફેરવશો તો નસાસો નીકળી જશે. પ્રભુભક્તિ, ક્રિયાયોગ કે તપોયોગ બધામાં પ્રાણ પ્રકટાવનાર તત્ત્વ તો જ્ઞાનયોગ છે. એક-બે યોગ ઉપર જ આટલો બધો ભાર અનેકાંતીને શોભે ? એ તો એકાંતીનું જ કામ. આજ આ બધું કહેવાનું એટલા માટે સૂઝે છે કે આ પુસ્તકના પાને-પાને પથરાયેલી વાતોથી મન-બુદ્ધિની રહી-સહી આળસ ખંખેરાઈ ગઈ, અને મન વિચારે ચડી ગયું. થોડું કડક આત્મનિરીક્ષણ અને પરીક્ષણ થયું તેને અહીં વહેંચી દીધું. વાચકને ખાસ ભલામણ કરવાનું મન થાય છે કે આ પુસ્તકને હાથમાં લઈ ઉપર-ઉપરથી પાનાં ફેરવી મૂકી ન દેશો. પણ રસ પડે તેવા ઘણા વિષયો છે; તે-તે વિષયના એ લખાણને કમ-સે-કમ બે વખત વાંચવાનું અને પછી તે ઉપર વિચારવાનું રાખજો. નીતીનભાઈએ નિજાનંદ માટે કરેલો પરિશ્રમ લેખે લગાડવો તે આપણું કર્તવ્ય બની રહે છે. આવાં પ્રકાશનોની મઝા એ છે કે તે લખાણને કાળની ભઠ્ઠીમાં બને તેટલું તપાવીને-પકાવીને પછી વર્તમાન પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં સંઘ સમક્ષ મૂકવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy