SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થરક્ષા અને તીર્થસેવન : ૧૦ વસ્તુસ્થિતિ છે. સિદ્ધક્ષેત્ર જેવા ઉચ્ચ તીર્થસ્થાનમાં, દેશદેશાવરોમાંથી આવી પહોંચતા યાત્રાળુઓનાં કેવળ ભક્તિ, સગવડ અને આરામ માટે ધર્મપ્રેમી મહાનુભાવોએ બંધાવેલી આપણી આ ધર્મશાળાઓની સુવ્યવસ્થા અને તેના ન્યાયી ઉપયોગનો પ્રશ્ન જૈન સમાજ જેવો સમાધાનપ્રિય સમાજ ન ઉકેલી શકે એ બીના જૈનસંઘને માટે કલંકરૂપ છે એમ અમે માનીએ છીએ. આ ધર્મશાળાઓના સદુપયોગના બદલે તેમનો છડેચોક દુરુપયોગ થતો હોવાનાં કારણો અનેક છે, અને એ સંબંધી કેટલીક ચર્ચા અમે પહેલાં પણ કરી છે. એટલે એ અંગે વિસ્તારથી અહીં ન લખતાં, માત્ર એના મૂળરૂપ બે-ચાર બાબતોનો જ ઉલ્લેખ કરીએ છીએ. સૌથી પહેલી વાત તો એ છે કે ધર્મશાળા બંધાવનાર મહાનુભાવો ધર્મશાળા બંધાવીને જ સંતુષ્ટ બની બેસી જાય છે; પણ આ બરોબર નથી. તેમણે તો એની પાછળની વ્યવસ્થા તરફ પણ નજર દોડાવવી જોઈએ, અને જે શુભ આશયથી પોતે ધર્મશાળા બંધાવી છે તે આશયનું બરાબર જતન થતું રહે એવી વ્યવસ્થિત યોજના વિચારીને તે પ્રમાણે તેની સોંપણી થવી જોઈએ. માત્ર ધર્મશાળાઓ જ નહીં, પણ આપણી ઘણીખરી ધાર્મિક કે સામાજિક જાહેર સંસ્થાઓ આવા દીર્ઘદૃષ્ટિવાળા વહીવટના અભાવે પોતાના માટે નક્કી કરવામાં આવેલ કામને અવિરત અને અસ્ખલિતપણે આગળ ચલાવી શકતી નથી. ૩૧૨ બીજી વાત પણ એટલી જ મહત્ત્વની છે. તે એ કે પાલીતાણા(અને બીજાં તીર્થસ્થાનો)માં જતાં આપણાં યાત્રાળુ ભાઈ-બહેનો અને ખાસ કરીને બે પૈસે સુખી ગણી શકાય એવા મહાનુભાવો, માત્ર પોતાની સુખસગવડમાં એટલા બધા રત બની જાય છે, કે તેઓ ધર્મશાળાઓનો ઉપયોગ કેટલી મર્યાદામાં કરી શકાય અને ધર્મસ્થાનો કે તીર્થસ્થાનોમાં ત્યાગની ભાવના કેળવીને, બીજાને જરા પણ તકલીફ ન થાય એ રીતે લઘુતમ આવશ્યક સગવડથી પોતાનું કામ કેવી રીતે ચલાવવું એ વાતનો વિવેક તદ્દન વીસરી જાય છે, અને પોતાને માટે વધારે પડતાં સુખ-સગવડ મેળવવા માટે લાંચ આપવી, જૂઠું બોલવું, તકરાર કરવી વગેરે પ્રકારના અનિચ્છનીય અને અધર્મમય ઉપાયો હાથ ધરવા સુધી આગળ વધી જાય છે. આ બીના પણ ભારે કલંકભરેલી ગણાય. એમ કહી શકાય કે ધર્મશાળાઓની ગેરવ્યવસ્થાનું મુખ્ય મૂળ આમાં જ રહેલું છે. અને આ પ્રમાણે ધર્મશાળા બંધાવનારાઓની બેદરકારી અને યાત્રાળુઓની સ્વાર્થપરાયણ વૃત્તિના સહજ પરિણામરૂપે તે-તે ધર્મશાળાના મુનીમ કે મૅનેજરો પોતાની જાતને ધર્મશાળાના નોકર કે યાત્રાળુઓના સેવક ગણવાના બદલે તેઓ ધર્મશાળાના ધણીરણી અને તેથી યાત્રાળુઓ માથેના અમલદાર જેવા બની બેસે છે, અને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001041
Book TitleJinmargnu Jatan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy