________________
જિનમાર્ગનું જતન
પણ જાતનો સારાસારનો વિવેક ભૂલીને કેવળ પોતાના અંગત સ્વાર્થને સિદ્ધ કરવાની દૃષ્ટિએ, ન કરવાનાં કૃત્યો કરતાં પણ પાછી પાની કરતા નથી. આજે તો જાણે એમ જ લાગે છે કે એકએક ધર્મશાળા તે-તે ધર્મશાળાના મુનીમ કે મૅનેજર માટે નાનીસરખી જાગીરરૂપ બની ગઈ છે, અને એમાંથી મનફાવતો લાભ મેળવવો એ જાણે એમનો હક્ક અને નિત્યક્રમ બની ગયો છે.
૩૨૨
આ ગેરવ્યવસ્થાને દૂર કરવા માટે મુનીમોને ઉપદેશ આપ્યા કરવાથી કે નિંદ્યા કરવાથી વિશેષ લાભ થવા સંભવ નથી. આનો જો આપણે સાચે જ ઉપાય કરવા માગતા હોઈએ તો એકએક તીર્થસ્થાનમાંની જુદીજુદી ધર્મશાળાઓએ, અત્યારનાં જુદાંજુદાં રજવાડાંઓની જેમ, પોતાની સ્વતંત્ર વ્યવસ્થાને દૂર કરીને બધી ધર્મશાળાઓનું એક જૂથ બનાવવું જોઈએ અને એની વ્યવસ્થા માટે એક મધ્યસ્થ મંડળ ગોઠવવું જોઈએ, જે આ બધી ય ધર્મશાળાઓનો વહીવટ પોતાને હસ્તક રાખે. આવી ગોઠવણ થયા પછી પણ ધર્મશાળાઓમાં મુનીમો અથવા એમના જેવા કર્મચારીની જરૂર તો રહેવાની જ, પણ એમની વારંવાર ફેરબદલી કરતાં રહેવાની ગોઠવણ થાય તો એમનું હિત કોઈ એક વિશિષ્ટ સ્થળે સ્થાપિત થતું અટકે; અને એમ થાય એટલે યાત્રાળુ પાસેથી લાંચ લેવાની બદી આપોઆપ ઘટી જાય.
પાલીતાણાની ધર્મશાળાઓની આ દુર્દશા વર્ષો જૂની છે. એને દૂર કરવી હોય તો ઉપર દર્શાવેલ ત્રણ કારણોમાંથી એકને પણ દૂર કરવામાં આવે તો બાકીનાં બે કા૨ણો આપોઆપ દૂર જતાં રહે એમ અમને ચોક્કસ લાગે છે.
એટલે કે ધર્મશાળા બંધાવનારાઓ માત્ર તે બંધાવીને સંતોષ ન માનતાં, એની સતત સુવ્યવસ્થાનો આગ્રહ રાખતા થાય તો મુનીમો કે યાત્રાળુઓ એનો ગેરલાભ લેતાં આપોઆપ અટકી જાય. બીજી બાજુ જો યાત્રાળુ પોતે જ પ્રામાણિક, સંયમી અને ધર્મપરાયણ બનવા તૈયાર થાય તો તો બધી બદી આપોઆપ દૂર થઈ જાય; પણ અંગત સગવડમાં રચ્યાં-પચ્યાં રહેનારાં આપણાં યાત્રાળુ ભાઈ-બહેનો આ માર્ગ તરત જ ગ્રહણ કરે એવી આશા રાખવી અત્યારે તો વધારે પડતી લાગે છે, અને ધર્મશાળાના મુનીમો કે મેનેજરો સુધરી જાય અને પોતાની અપ્રામાણિક રીતો જતી કરવાનો નિર્ણય કરે એ વાત તો સાવ આકાશકુસુમ જેવી જ લાગે છે.
wwwwww
એટલે ધર્મશાળાઓની સુવ્યવસ્થા માટે એકમાત્ર ઉપાય જ બાકી રહેતો લાગે છે; અને તે ધર્મશાળા બંધાવનારા બધા ય મહાનુભાવોએ એક એકમ રચીને અને સંઘના સેવાભાવી આગેવાનોને વચમાં રાખીને એની વ્યવસ્થા એ એકમને સુપરત ક૨વાનો. આવી સામૂહિક ગોઠવણ વગર ધર્મશાળાઓમાં વ્યવસ્થા સ્થપાય એ બનવાજોગ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org