________________
S૮
જિનમાર્ગનું જતન આ મોટા પહાડ જેવા લાગતા સવાલનો જવાબ આપવો અમને તો બહુ સહેલો લાગે છે; તે આ છે : આ બધા ય સવાલો અને આ બધા ય સિદ્ધાંતોને પોતાનામાં સમાવી લઈને એ બધાનું નિરાકરણ કરે એવો ધર્મનો સર્વશ્રેષ્ઠ મૂળભૂત સિદ્ધાંત જો આપણે સમજીએ તો આવા કોઈ અવરોધો આપણા દિલને વિચલિત અને આપણી એકતાને ખંડિત ન બનાવી શકે. ધર્મનો આ મૂળભૂત સિદ્ધાંત તે વિશ્વમૈત્રીનો સિદ્ધાંત. ગમે તે ઉપાય યોજીને વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી સાધવી (મિત્તા સવ્વપૂUસુની ભાવનાનો જીવનમાં સાક્ષાત્કાર કરવો) એ જ ધર્મનું ચરમ અને પરમ રહસ્ય છે. એ વિશ્વમૈત્રી જે-જે પ્રવૃત્તિમાં વધુ ને વધુ સધાતી હોય તે પ્રવૃત્તિ ધર્મપ્રવૃત્તિ, અને જેજે પ્રવૃત્તિ આપણાં અંતરમાં બીજા જીવો પ્રત્યે ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ, વૈર કે તિરસ્કારની રજમાત્ર પણ લાગણી વ્યક્ત કરતી હોય તે પ્રવૃત્તિ અધર્મપ્રવૃત્તિ – ધર્મ અને અધર્મની આવી સાદી સમજ જો આપણા અંતરમાં સચોટપણે વસી હોય, તો બીજા વિચારભેદો, સિદ્ધાંતભેદો કે માન્યતાભેદો ગમે તેટલા થાય, તો પણ આપણી વચ્ચે કુસંપની કે ભેદની દીવાલો તો ન જ ઊભી થાય, અને આપણે હૂંસાતૂસીમાં પડીને એકબીજાની નિંદાકુથલી કરવાના આત્મઘાતક અને સમાજઘાતક માર્ગે કદી ન વળીએ. જો ધર્મને એના સાચા અર્થમાં આપણે સમજ્યા હોઈએ, તો આવા વિચારભેદો કે સિદ્ધાંતભેદો આપણને જિજ્ઞાસામૂલક ચર્ચા-વિચારણા કરવાની ભૂમિકા પૂરી પાડવા છતાં, કદી પણ આપણામાં જુદી-જુદી છાવણીઓમાં વહેંચાઈ ગયેલાં સૈન્યોની જેમ, એકબીજા પ્રત્યે દ્વેષ કે તિરસ્કારની લાગણી તો ન જ જન્માવે.
પણ ધર્મની ખોટી, ઓછી કે અવળી સમજણને કારણે આપણે ક્રિયાકાંડોને વધારે પડતું મહત્ત્વ આપીને પરસ્પરના મનભેદને ખૂબ પોપ્યો, અને એટલે જ આવા જિજ્ઞાસાપ્રેરક તાત્ત્વિક વિચારભેદો કે સિદ્ધાંતભેદોએ પણ આપણી વચ્ચે કંકાસને જન્મ આપવાનું કામ કર્યું.
તેથી અમે જૈનધર્મની એકતાના સૌ કોઈ ચાહકોને ભારપૂર્વક કહીએ છીએ, કે ક્રિયાકાંડો ઉપર બેહદ ભાર આપી-આપીને એનાં કડવાં ફળ આપણે ધરાઈ-ધરાઈને ખાધાં છે, અને એ ઝેરી ફળોએ આપણી પોતાની જ શક્તિનો નાશ કર્યો છે. એટલે હવે તો કંઈ સમજો, અને ધર્મના સાચા રહસ્યને પારખીને એકતાનો સાચો માર્ગ ગ્રહણ કરો.
એટલે એક જ ફિરકાના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવી હોય, જેનધર્મના જુદાજુદા ફિરકાના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવી હોય કે જુદાજુદા ધર્મોના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવી હોય, તો આ એક જ રાજમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org