________________
જૈન ફિરકાઓની એકતા : ૨, ૩
૬૯
જીવનને માટે હવા, પ્રકાશ અને પાણીની જેટલી જરૂર છે એટલી જ જરૂ૨ વ્યક્તિ, સંઘ કે સમાજના યોગક્ષેમને માટે એકતાની છે; અને અત્યારના યુગમાં તો આ એકતાની જરૂર સો-ગણી વધી ગઈ છે. એટલે એકતાની જરૂર વિષે ઝાઝું લખવાની કે વિવેચન કરવાની જરૂ૨ ન હોવી જોઈએ.
આમ છતાં જેઓનાં ચિત્ત હજી પણ પોતાની ઉચ્ચતા અને બીજાના હલકાપણાના ઝેરી વિચારોથી ભરેલાં હોઈ એકતાની આવી વાતોને નકામી કે કમજોરીના નિશાનરૂપ માની બેઠા હોય, તેઓ એટલું ચોક્કસ સમજી રાખે કે એકતાનો વિચાર એ ધર્મનો વિચાર છે, એ જ વિશ્વમૈત્રીનો વિચાર છે અને એ વિચારથી જ પોતાનું અને જગતનું ભલું થવાનું છે. એ વિચારને છોડીને આપણી હજી પણ વધુ અધોગતિ થવાની છે અને મોક્ષના બદલે સંસારબંધન જ આપણને સાંપડવાનું છે.
જેઓ ધર્મના માર્ગે જ કલ્યાણ થવાનું છે એમ માનતા હોય તેઓને અમે ભારપૂર્વક કહીએ છીએ કે જૈનધર્મના અનુયાયીઓ વચ્ચે એકતા સ્થાપવાનો માર્ગ ક્રિયાકાંડોનાં જાળાંના પ્રાધાન્યને ફગાવી દેવામાં જ પ્રાપ્ત થવાનો છે, અને જો આ કાળમાં આપણો અને આપણા ધર્મનો ઉદ્યોત ક૨વાની સોનેરી તકનો લાભ લેવો હોય તો આ માર્ગ સ્વીકાર્યા સિવાય આપણો છૂટકો નથી.
(૩) એકતામાં મુશ્કેલીઓ અને તેમના ઉકેલ
જૈનોના બધા ફિરકાઓ વચ્ચે એકતા સ્થપાય એ માટે અત્યારે કાં શું વિચારણા અને પ્રયત્ન ચાલી રહ્યાં છે, એ સંબંધી કેટલીક વિગતો અમે અમારા તા. ૧૮-૧૨૧૯૬૫ ને ૨૫-૧૨-૧૯૬૫ના અંકોના બધા જૈન ફિરકાઓની એકતા માટે આવકારપાત્ર પ્રયત્ન' એ શીર્ષકના બે અગ્રલેખો દ્વારા તેમ જ તા. ૨૫-૧૨-૧૯૬૫ના અંકમાં છેલ્લા સવા વર્ષ દરમ્યાન આ દિશામાં જે કંઈ વિચારો કે પ્રયત્નો થયા છે તેની વિગતો ‘જૈન ફિરકાઓની એકતા સંબંધી વિચારણાની કેટલીક વિગતો' નામે સંકલિત કરેલ લખાણ દ્વારા આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. ઉક્ત બંને અગ્રલેખોની પૂર્તિરૂપ આ લેખમાં અમે આવી એકતા સાધવાના પ્રયત્નોમાં કેવા-કેવા અવરોધો આડે
(તા. ૧૬-૬-૧૯૫૬)
* આ અગ્રલેખોનાં પાનાં ટેલી હાલતમાં હોઈ તે આ સંગ્રહમાં સમાવી શકાયા નથી. – સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org