________________
૨૦૪
જિનમાર્ગનું જતન આ રીતે જૈન સંસ્કૃતિના એક અંગરૂપ શ્વેતાંબર જૈન સમાજે હરિજન-મંદિરપ્રવેશના સંબંધમાં પોતાના વલણની આવી ચોખવટ કરી છે, ત્યારે દિગંબર-સમાજે પણ આ સંબંધમાં પોતાનું વલણ સત્વર સ્પષ્ટ કરવું જોઈએ એમ અમને લાગે છે. દિગંબર જૈન સમાજનું વલણ પણ શેઠ આ. ક. પેઢીના વલણ જેવું જ હોય એમ અમે ઈચ્છીએ છીએ; અને આ માટે એ સમાજની આગેવાન વ્યક્તિઓ, આગેવાન સંસ્થાઓ અને આગેવાન પંડિતો ઘટતી વિચારણા કરીને પોતાનો નિર્ણય પ્રગટ કરે એવી અમારી એમની પાસેથી આશા અને સવિનય યાચના છે.
અમે આવી આશા રાખીએ છીએ તે પણ ખાસ કારણસર. દિગંબર સમાજ ઈિતર દેશોમાં જૈનધર્મ કે જૈન સાહિત્યનો પ્રચાર કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, અને એ માટે નાણું પણ ઠીકઠીક પ્રમાણમાં વાપરે છે. આ માટે તેઓ “વિશ્વ-જૈનમિશન' નામની એક સ્વતંત્ર સંસ્થા ચલાવે છે અને યુરોપના નાના-મોટા દેશોમાં, જાપાનમાં તેમ જ બીજે-બીજે એની શાખાઓ ખોલીને કે એના ઉદ્દેશને વેગ આપવા ઇચ્છતી બીજી-બીજી સંસ્થાઓ સાથે જોડાણ કરીને તેઓ જૈનધર્મના પ્રચાર માટે કોશિશ કરે છે. તેમનો આ પ્રયત્ન ઇંગ્લેંડ, સ્વિટ્ઝરલેંડ, જર્મની, નોર્વે વગેરે દૂરદૂરના દેશો સુધી પહોંચ્યો છે. તેમણે અનેક નાની-મોટી પુસ્તિકાઓ વહેંચી છે, અનેક વિદ્વાનો સાથે સંબંધો બાંધ્યા છે અને કેટલાક પરદેશી વિદ્વાનોને હિંદુસ્તાનમાં નોતર્યા પણ છે.
જ્યારે દિગંબર સમાજ જૈનધર્મને વિશ્વધર્મ બનાવવાના હેતુથી આ રીતે કામ કરતો હોય, ત્યારે એ જૈનધર્મની જન્મભૂમિ-સમા ભારતવર્ષના ખૂણે-ખૂણામાં અને એના દરેકેદરેક માનવી સુધી જૈનધર્મનો કે ભગવાન મહાવીરનો અહિંસા અને અનેકાંતનો સર્વોદયકારી પયગામ પહોંચતો કરવાની કોશિશ કરે એવી આશા કે અપેક્ષા રાખવી કોઈ રીતે અસ્થાને નથી. જો ઘરઆંગણે આપણે આવો પ્રયત્ન ન કરીએ અને દૂરદૂરના દેશોની વાત કરીએ તો એ તો “ઘરનાં છોકરાં ઘંટી ચાટે, અને ઉપાધ્યાયને આટો આપે” જેવું કામ થયું ગણાય.
જો દેશને આ રીતે ભૂલી જવામાં આવે, તો એમ પણ પ્રશ્ન પૂછી જોવાનું મન થયા વગર ન રહે કે દેશમાં જૈનધર્મનો પ્રચાર કરવાની કોશિશ ન કરીએ અને બીજે-બીજે મહેનત કર્યા કરીએ તો એનો અર્થ શું એવો સમજવો કે આપણે ઊજળી ચામડીની પાછળ મોહ્યા છીએ ? અથવા આપણા ધર્મના પ્રચાર માટે આપણા પોતાના દેશવાસીઓ આપણને અયોગ્ય લાગે છે?
આપણી લોકસભાએ અસ્પૃશ્યતા-નિવારણ-ધારો પસાર કર્યા પછી પણ દિગંબર સમાજ તેને નાકામયાબ બનાવવાનું વિચારવામાં વધુ પ્રયત્નશીલ છે, તેથી અમે આ લખીએ છીએ. ઈન્દોરમાં દિગંબર જૈન મંદિરોમાં હરિજનોને દાખલ થવા દેવાની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org